નવી બનનારી હોસ્પિટલમાં 240 બેડ, ICU બેડ અને 4 ઓપરેશન થિએટરની સુવિધા સહિત આયુર્વેદિક હોસ્પિટલમાં 50 બેડની સુવિધા કરાશે | The new hospital will have 240 beds, 50 beds in Ayurvedic hospital including ICU beds and 4 operation theatres. | Times Of Ahmedabad

આણંદ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદમાં સિવિલ હોસ્પિટલ નિર્માણનો મુદ્દો અકારણ ઉછર્યો છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો દ્વારા તેની તૈયારીઓ પણ આકાર લેવા લાગી હોવાનું જણાઈ આવે છે. આણંદ સિવિલ હોસ્પિટલ નિર્માણની ધીમી ગતિએ ચાલતી કામગીરીને વિપક્ષ મુદ્દો ન બનાવે અને વિલંબિત વિકાસ કાર્ય ને લઈ પ્રજામાં આંદોલનને રોષ ન પ્રગટે તે ધ્યાન રાખવું પણ મહત્વનું છે. આણંદ કલેકટર દ્વારા સિવિલ હોસ્પિટલ નિર્માણની રૂપરેખા અને સુવિધાઓ બાબતે જાણકારી આપવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલનું ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળ બને એવું રાખવામાં આવશે
આણંદમાં છેલ્લા 20વર્ષ ઉપરાંતથી સીવીલ હોસ્પિટલ નિર્માણ ચૂંટણી મુદ્દો બની ગયો છે.પ્રજામાં પણ આ કારણે ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.આણંદના કલેકટર ડી.એસ.ગઢવીએ આણંદ ખાતે બનાવવામાં આવનાર અધ્યતન સિવિલ હોસ્પિટલ અંગે વાતચીતમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનું ફાઉન્ડેશન ગ્રાઉન્ડ પ્લસ સાત માળ બને એવું રાખવામાં આવશે, જ્યારે હોસ્પિટલ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બનાવવામાં આવશે. જેથી ભવિષ્યમાં જો વધુ મજલા બનાવવા હોય તો બની શકે તેવું ફાઉન્ડેશન શરૂઆતથી જ તૈયાર કરવામાં આવશે.

સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ​​​​​​​
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સિવિલ હોસ્પિટલ જે જગ્યા ઉપર બનવાની છે તે જગ્યાએ બંને સાઈડ પર રસ્તાઓ અને ભવિષ્યમાં એર એમ્બ્યુલન્સ માટે કૃષિ યુનિવર્સિટીમાં લેન્ડીંગની સુવિધા મળશે. સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 50 બેડની આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ સિવિલ હોસ્પિટલ ખાતે કોર્પોરેટ હોસ્પિટલમાં જેવા અધ્યતન સાધનો હોય છે તેના કરતાં પણ વધુ લેટેસ્ટ સાધનો આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બનશે.

રાજ્ય સરકાર દ્વારા રૂ.180કરોડની ફાળવણી કરાઈ
આ હોસ્પિટલ બનાવવા પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂ.180 કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવનાર છે. આ હોસ્પિટલ ખાતે ઇલેક્ટ્રીકસીટીની બચત થાય તે માટે સોલાર રૂફટોપ લગાવવામાં આવશે જેથી ગ્રીન હોસ્પિટલ બનશે.આણંદ ખાતે નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલ કુલ 29,761.56 ચો.મીટરના જમીન વિસ્તારમાં તૈયાર થનાર સિવિલ હોસ્પિટલમાં 240 બેડ, 45 આઈ. સી.યુ.બેડ અને 4 ઓપરેશન થિયેટરની સુવિધા પણ મળશે. આયુર્વેદિક હોસ્પિટલમાં 50 બેડ પંચકર્મની સુવિધા સાથે ઉપલબ્ધ થશે.

હોસ્પિટલ ખાતે 86 કાર પાર્કિંગ થાય તેવી સુવિધા પણ તૈયાર કરવામાં આવશે
હોસ્પિટલની ઇમારતના ઇમરજન્સી, રેડિયોલોજી, રજીસ્ટ્રેશન, ફાર્મસી, લેબર એરીયા અને ઓર્થોપેડિક,પીડીયાટ્રીક, ગાયનેક, જનરલ અને ડેન્ટલ સંલગ્ન ઓપીડી ઉપલબ્ધ થશે એનઆઇસીયુ માં 16 બેડ, પીઆઈસીયુ માં 6 બેડ, સાયકોલોજી ઓપીડી, ફિઝીયોથેરાપીડી ઓપીડી, સ્કીન ઓપીડી અને એનઆરસી ઓપીડીની સુવિધા 10 બેડ ધરાવતું બર્ન વોર્ડ, 25 બેડ ધરાવતા આઈસીયુયુ અને એસઆઈસીયુ, 4 સ્પેશ્યલ રૂમ,4 ઓટી કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવામાં આવશે આ ઉપરાંત 10 આઇસોલેશન વોર્ડ, 03 પ્રિઝનર વોર્ડ, બ્લડ બેંક, એડમીન ઓફીસ, કિચન અને ડાઇનિંગની વ્યવસ્થા ઊભી કરાશે.