પોરબંદર ખાતે 25 મેના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે; જાહેર જનતાએ 10 મે સુધીમાં જિલ્લા સેવા સદન-1 ખાતે પ્રશ્નો મોકલવાનાં રહેશે | District reception program to be held on May 25 at Porbandar; The public will have to send the queries to Zilla Seva Sadan-1 by May 10 | Times Of Ahmedabad

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

લોકોના પ્રશ્નો અને ફરિયાદોના ત્વરીત નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા દ૨ માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકોના પ્રશ્નો વહિવટી તંત્ર દ્વારા ઝડપી નિકાલ થાય તે માટે મુખ્યમંત્રીનો અભિગમ છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દ૨ માસના ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાએ યોજવામાં આવે છે. આગામી સ્વાગત કાર્યક્રમ 25 મેના રોજ 11 કલાકે જિલ્લા સેવા સદન-1 ખાતે ફરિયાદ નિવા૨ણ સ્વાગત કાર્યક્રમ યોજાના૨ છે.

આથી પો૨બંદ૨ની જનતાને પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈ પણ પ્રશ્નો કે ફરિયાદ જેવી કે, લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા, અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજુઆતનો આધા૨ ૨જૂ ક૨વો તથા તેમના તરફથી આપવામાં આવેલા જવાબ/પ્રત્યુત૨ની નકલ જોડવી, અગાઉ રજૂ કરેલા પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા માસનું નામ અવશ્ય લખવું, પ્રશ્ન કે અ૨જીમાં પ્રશ્નકર્તાનું પુરૂ નામ, પુરેપુરૂં સરનામું, જો ફોન નંબર હોય તો ફોન નંબર લખવો તથા પ્રશ્ન કે અ૨જીમાં અ૨જદા૨ની સહી ક૨વી. સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

આ કાર્યક્રમમાં અરજદા૨ પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે, સ૨કારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહી. તા. 10/05/2023 શુક્રવાર સુધીમાં કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે પ્રશ્નો મોકલવાનાં રહેશે. આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન-1 પો૨બંદ૨નો સંપર્ક કરવા જણાવાયું છે.

Previous Post Next Post