પાટણમાં દીક્ષાર્થીની વરસીદાન યાત્રા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની, 25 ફૂટ ઊંચી ઝૂલતી પાલખીમાંથી મુમુક્ષા રત્ન દ્વારા સાંસારિક પ્રલોભનોનો ત્યાગ કરાયો | Dikshaarthi's varsidaan yatra in Patan became a center of attraction among the townspeople, renouncing worldly temptations through the Mumuksha Ratna from a 25-feet-high swinging palanquin. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Dikshaarthi’s Varsidaan Yatra In Patan Became A Center Of Attraction Among The Townspeople, Renouncing Worldly Temptations Through The Mumuksha Ratna From A 25 feet high Swinging Palanquin.

પાટણ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૈનોની તપોભૂમિ પાટણના આંગણે આજે જૈન પરીવારની મુમુક્ષારત્ન દીકરીના પંથોત્સવ નિમિત્તે ભવ્ય વર્ષિદાન યાત્રા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.પ્રથમવાર જૈન સમાજ દ્વારા દિક્ષા અંગીકારના પ્રસંગને નવો જ ટ્રેન્ડ આપવામાં આવ્યો છે જેમાં 25 ફૂટ ઉંચી શણગારેલ ઝૂલતી પાલખી માંથી મુમુક્ષા રત્ન દ્વારા સાંસારીક પ્રલોભનોનો ત્યાગ કરી લોકોમાં વિર્ષદાનરુપે વરસાવામાં આવ્યો હતો.

પાટણ શહેરની આશીષ સોસાયટીમાં નિવાસ કરતા અને શહેરના મુખ્ય બજારમાં કેશરીયા ટી ડેપો નામની પેઢી ધરાવતા સંખારીયા બ્રધર્સ સુનીલકુમારની દીકરી દ્રષ્ટિએ વૈશ્વિક કોરોના મહામારીના કપરા સમયમાં પોતાની અમી દષ્ટિથી દર્દીઓની ખડેપગે સેવા કરી હતી. ત્યારે આજે જૈન પરીવારની દિકરી દષ્ટિએ જીવનના તમામ સુખોથી પર થઇ પોતાની દૃષ્ટિને વિમુખ કરી સાધ્વીજી જીવનના કઠીન માર્ગને અપનાવ્યો છે. મુમુક્ષારત્ન દૃષ્ટિએ દિક્ષા અંગીકાર કરવાનો કઠીન નિર્ણય કર્યો હતો ત્યારે ગચ્છાધિપતિ પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સોમસુંદર સુરેશ્વરીજી મહારાજ સાહેબની નિશ્રામાં તેમજ ગુરુભગવંતોની ઉપસ્થિતિ વચ્ચે બે દિવસીય પંથોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના પ્રથમ દિવસ મુમુક્ષા રત્ન દિક્ષાર્થીના નિવાસસ્થાનેથી ભવ્ય વર્ષીદાનયાત્રા વાજતે-ગાજતે શહેરના માર્ગો પર નીકળી હતી. આ યાત્રામાં પાટણ શહેર સહિત પંથકના જૈન-જૈનેતરો અને સાધ્વીજી મહારાજો મોટીસંખ્યામાં જોડાયા હતા જે યાત્રા શહેરના બગવાડા નજીક આવી પહોંચતા યાત્રામાં જોડાયેલા શરણાઈ કલાકારો દ્વારા રાસગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.ત્યારબાદ દિક્ષા અંગીકાર કરનાર દષ્ટિને શણગારેલ ઝૂલતી પાલખીમાં ક્રેઇનની મદદ વડે આશરે 25 ફૂટ ઉંચે લઇ જવાઇ હતી. જયાંથી દિક્ષાર્થીએ વસ્ર, અલંકાર, આભુષણો અને પૈસાનું વર્ષીદાન રુપે વરસાદ વરસાવી સમગ્ર સાંસારીક સુખોનો ત્યાગ કર્યો હતો. તો સાથે સાથે યુવાનવયે દિક્ષા અંગીકાર કરનાર આ દિકરીએ સંસારના પારીવારીક માતા- પિતા, ભાઇ-બહેન અને દાદા-દાદીના સંબંધો ઉપર પૂર્ણ વિરામ મુકી જીવનને સાધ્વીજીના કઠીન માર્ગ પર દૃષ્ટિગોચર કરી સંસારનો સાધુભગવંતોની ઉપસ્થિતિમાં ત્યાગ કરશે. આશીષ સોસાયટી ખાતે ગુરુભગવંતો અને સાધ્વીજી મહારાજોની ઉપસ્થિતિ વચ્ચે રવિવારે મુમુક્ષારત્ની દિક્ષા અંગીકારની વિધિ સંપન્ન કરવામાં આવશે.

Previous Post Next Post