વડોદરા28 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્ધારા અલગ અલગ ટીમો બનાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી ખાદ્ય પદાર્થોના સેમ્પલ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જે પૈકી દૂધ, તેલ, પનીર સહિતના 16 જેટલા સેમ્પલો ફેલ થતાં પાલિકાએ વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
16 સેમ્પલો ફેલ થતા વેપારીઓ સામે કાર્યવાહી
તાજેતરમાં વડોદરા કોર્પોરેશનને અલગ અલગ સમયે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી દૂધ, તેલ, પનીર સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓના શંકાસ્પદ નમુના પૃથ્થકરણ અર્થે કબજે લીધા હતા, જેમાંથી 16 નમુનાઓ ફેલ જાહેર થયા છે જેમાં 1 નમુનો મીસ-બ્રાન્ડેડ તેમજ 15 નમુના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેથી વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
2.50 લાખની કિંમતનો પનીરનો જથ્થો સીઝ કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ડુપ્લીકેટ પનીરના વેચાણ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા વડોદરા શહેરમાં વેચાતા પનીર માટે સઘન ઇન્સ્પેક્સન કરવા સ્પેશીયલ ડ્રાઇવ કરવા સુચના આપવામાં આવી હતી. જે આધારે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાના દ્વારા શહેરમાં પનીરનું ઉત્પાદન તેમજ વેચાણ કરતા ઉત્પાદકો, હોલસેલરો ત્યાં સધન ચેકીંગની કામગીરી સ્પેશીયલ ડ્રાઇવ સ્વરૂપે કરવામાં આવી હતી તદુપરાત ખોરાક શાખાએ સ્પેશિયલ ડ્રાઇવ યોજીઈ રૂ. 2,50,014ની કિંમતનો પનીરનો જથ્થો પણ સીઝ કર્યો હતો.