Monday, May 15, 2023

એસએમવીએસનું ક્વીન્સબરી લંડન સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલ્બીંગ ઇવેન્ટનું આયોજન, 250થી વધારે સ્થાનિક લોકોએ લાભ લીધો | Over 250 local people benefited from SMVS UK hosting a health and wellbeing event at the Queensbury London Centre | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • Over 250 Local People Benefited From SMVS UK Hosting A Health And Wellbeing Event At The Queensbury London Centre

એક કલાક પહેલા

  • કૉપી લિંક

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાના ગુરુવારે પરમ પૂજ્ય સત્ય સંકલ્પ દાસજી સ્વામીની પ્રેરણાથી એસએમવીએસ યુકે દ્વારા તેમના ક્વીન્સબરી લંડન સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલ્બીંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં સહભાગી સંસ્થા બ્રેન્ટ કાઉન્સિલ, બ્રેન્ડ હેલ્થ મેટર અને.એન.એચ.એસ દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સ્ટોલ હેલ્થ ટોક અને હેલ્થ સ્ક્રિનિંગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં 250થી વધારે સ્થાનિક લોકોએ લાભ લીધો હતો.

પ્રોગ્રામથી સ્થાનિક લોકોને ઘણો લાભ
એસએમવીએસયુકેના કમલેશભાઈ રામાણી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોગ્રામથી સ્થાનિક લોકોને ઘણો લાભ થયો છે અને આવા આરોગ્ય લક્ષી વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા સમયાંતરે આયોજિત કરવામાં આવશે. આ પ્રસંગે હેરો ઈસ્ટના એમપી બોબ બ્લેકમેન, બ્રેન્ટ કાઉન્સિલના લીડર મોહમ્મદ બટ્, સ્થાનિક કાઉન્સિલર કાંતાબેન મિસ્ત્રી, તથા અન્ય સ્થાનિક સંસ્થાઓના વડાઓએ હાજરી આપી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.