ભરૂચની મનમૈત્રી સંસ્થા પહોંચી 262 કિમી દૂર વસઇ ગામે, કપિરાજોને ભરૂચની સીંગ અને કેળાં ખવડાવ્યા | Bharuch's Manmaitri Sanstha reached a village 262 km away, fed Kapirajo with Bharuch's horns and bananas. | Times Of Ahmedabad

ભરૂચ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચની જગ વિખ્યાત ખારી સીંગ અને ઓર્ગેનિક કેળાની જિયાફ્ત શનિવારે સીતા નવમીએ 261 કિમી દૂર નિર્જન વિસ્તારમાં રહેતા વસઇ ગામના કપિરાજોને આરોગવા મળી હતી.

ભરૂચની મનમૈત્રી સેવા ફાઉન્ડેશના પ્રેરણા સ્તોત્ર મનન જયેશ પરીખ આજે હયાત હોત તો તિથિ અનુસાર વૈશાખ સુદ – નોમ સીતા નવમીને શનિવાર 29 એપ્રિલના રોજ 32 વર્ષ પૂર્ણ કરી તેત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો હોત.પ્રેરણાસ્રોતના જન્મદિને ખાસ સંસ્થાના સ્થાપકો અને સભ્યો પહોંચ્યા હતા અમદાવાદથી ખાસ્સું દૂર વસઈ ગામની સીમમાં. ઝાડી જંગલ વિસ્તારમાં કશું પણ ખાવાની વસ્તુઓ ઉપલબ્ધ નથી. તેવા વેરાન પ્રદેશની મુલાકાતે.જ્યાં ખાસ કરીને સીતા નવમીનો પાવન પર્વ સાથે શનિવાર અને પ્રભુ શ્રીરામને સીતા માતા શોધી લાવવામાં મુખ્ય મદદગાર નાયકની ભૂમિકા ભજવી હતી તેવા હનુમાનજીના અંશરૂપ કપિરાજની ભોજન સેવાર્થે ભરૂચથી ખાસ ઓર્ગેનિક કેળાં અને ભરૂચી ખારીસીંગ સાથે લઈ જઈ ગુજરાતના જાણીતા અને માનીતા મંકીમેનના હુલામણા નામ થી ઓળખાતા વૈષ્ણવ સ્વપ્નિલ ભાઈ સોનીની પ્રથમ મુલાકાત સાથે તેઓને સાથે રાખી કપિરાજોની સેવાનો સુવર્ણ અવસર સંસ્થાએ માણ્યો હતો.વસઇના વાનરોએ ભરૂચના જગ વિખ્યાત કેળા અને વિશ્વ વિખ્યાત ખારી સીંગની મોજ માણી હતી.

Previous Post Next Post