સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ સહિતની પોલીસ ટીમે બાતમીના આધારે છટકું ગોઠવીને દસાડા ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂની 264 બોટલો સાથેની કાર ઝડપી પાડી હતી. જેમાં પોલીસે વિદેશી દારૂ, મોબાઇલ અને કાર સહિત રૂ. 4.04 લાખના મુદામાલ સાથે એક આરોપીને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે દસાડા ત્રણ રસ્તા પાસે ગોયલ હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી સિલ્વર કલરની ગાડીને આંતરીને સઘન તલાશી લેતા કારમાં પાછળ સ્પેરવીલ નીચે કપડું ઢાંકેલુ હોઇ એને હટાવીને તપાસ કરતા એમાં ખાખી કલરના પુંઠાના બોક્સની અંદરથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 264 જેની કિંમત રૂ. 99,000, મોબાઇલ 1, કિંમત રૂ. 5,000 અને કાર કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 4,04,000ના મુદામાલ સાથે રાજુભાઇ ખેતાભાઇ સોલંકી ( પ્રજાપતિ ) રહે-ભાવનગરવાળાને મુદામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ શખ્સને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનારા નિરવ નાઇ વિરુદ્ધ દસાડા પોલીસ મથકે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં પી.આઇ. વી.વી.ત્રિવેદી, પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેશભાઇ જોગરાણા અને અનિરુદ્ધસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.