ગાંધીનગર26 મિનિટ પહેલા
- કૉપી લિંક
અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અડાલજ પોલીસ સ્ટેશન ખાતે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એન.સી.ડી સેલ વિભાગ,દંત સર્જન વિભાગ,આંખ વિભાગ, ફિઝયોથેરાપી વિભાગ તેમજ આઈ.સી.ટી.સી વિભાગ દ્રારા સેવાઓ આપવામાં આવી હતી. જેમાં ડાયાબીટીશ તથા બ્લડ પ્રેશરના 77, દંત સર્જનના 49, ફિઝિયોથેરાપીના 45 અને ઓપ્ટોમેટ્રીસના 56 વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં 269 વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અડાલજ દ્વારા અડાલજ પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલા કેમ્પમાં એન.સી.ડી. સેલ અડાલજ ની ટીમ દ્વારા 77 જેટલા લાભાર્થીઓનાં ડાયાબીટીશ તથા બ્લડ પ્રેશરનું નિશુઃલ્ક ચેકઅપ કરવામાં આવ્યું હતું. અને તેમના હાઈટ, વેઇટ તેમજ બીએમઆઈ કરવામાં આવ્યા હતા.
લાભાર્થીઓને બિનચેપી રોગોને લગતી માહિતી આપવામાં આવી હતી. દંત સર્જન દ્વારા 49 લાભાર્થીઓની મોંની તપાસ કરવામાં આવી હતી. અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિજિયૉથેરાપી ડોકટર દ્વારા 45 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. ઓપ્ટોમેટ્રીસ દ્વારા 56 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. આઈ.સી.ટી.સી. વિભાગ દ્રારા એચ.આઇ.વી – એઇડ્સ તથા જાતીય રોગો, ટી.બી. ની જાણકારી તથા 42 લાભાર્થીઓની તપાસ પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત 18 લાભાર્થીઓના ABHA કાર્ડ જનરેટ કરવામાં આવ્યા હતા.આ નિશુલ્ક કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અડાલજના અધિક્ષક ડૉ. વિપુલ એન સોનેરી, અડાલજ પોલીસ ઇન્સ્પેક્ટર મુછાર, અડાલજ ગામના સરપંચ પ્રજ્ઞેશભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. આ કેમ્પમાં એન.સી.ડી સેલ વિભાગ ,દંત સર્જન વિભાગ , આંખ વિભાગ, ફિઝયોથેરાપી વિભાગ તેમજ આઈ.સી.ટી.સી વિભાગ દ્રારા સેવાઓ આપવામાં આવેલ હતી તેમજ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું .