Header Ads

મહિલાને દહેરાદૂનથી એર એમ્બ્યુલન્સમાં સુરત લવાઈ, 28 મિનિટમાં એરપોર્ટથી 15 કિમી અંતર કાપી હોસ્પિટલ પહોંચાડી | The woman was airlifted from Dehradun to Surat, covering a distance of 15 km from the airport in 28 minutes to the hospital. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Woman Was Airlifted From Dehradun To Surat, Covering A Distance Of 15 Km From The Airport In 28 Minutes To The Hospital.

સુરત5 કલાક પહેલા

  • કૉપી લિંક
ચારધામ યાત્રા પર ગયેલ સુરતની મહિલાને દેહરાદુનમાં બ્રેઈન સ્ટ્રોક થતા એર એમ્બ્યુલન્સથી સુરત લવાય - Divya Bhaskar

ચારધામ યાત્રા પર ગયેલ સુરતની મહિલાને દેહરાદુનમાં બ્રેઈન સ્ટ્રોક થતા એર એમ્બ્યુલન્સથી સુરત લવાય

સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતી મહિલા તેના પતિ સાથે ચારધામની યાત્રા કરવા ગયા હતા. દરમિયાન મહિલાને દેહરાદૂન ખાતે બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક ત્યાંની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. મહિલાની દેહરાદૂનમાં હેડ સર્જરી કરાઈ હતી. બાદમાં આજે તેમને એર એમ્બ્યુલન્સ મારફતે સુરત લાવવામાં આવ્યા હતા. જ્યા સુરત 108 દ્વારા મહિલાને સુરત એરપોર્ટથી 15 કિમી દૂર ખાનગી હોસ્પિટલમાં 28 મિનિટની અંદર પહોચાડવામાં આવી હતી.

ચારધામ પર ગયેલી મહિલાને બ્રેઈન સ્ટ્રોક
સુરત પાલનપુર પાટિયા ખાતે રહેતા 42 વર્ષીય ડિમ્પલબેન ભજિયાવાલા ચારધામ યાત્રા માટે તેમના પતિ અનિલભાઈ સાથે ગયા હતા. આ દરમિયાન તેઓ દહેરાદૂન ખાતે પહોચ્યા હતા. જ્યાં ડિમ્પલબેનની અચાનક તબિયત લથડી ગઇ હતી. જેથી તેમને તાત્કાલિક દેહરાદૂનની હિમાલય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ત્યાં તેમના જરૂરી રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું હતું કે ડિમ્પલ બેનને બ્રેઇન સ્ટ્રોક થયો છે.

દેહરાદૂનમાં જ બ્રેઈન સર્જરી કરાઈ
ભગવાનના ચારધામની યાત્રાએ શ્રદ્ધાથી નીકળેલા ડિમ્પલબેનને અચાનક બ્રેઈન સ્ટ્રોક તેમની સ્થિતિ ખુબજ ગંભીર થઈ ગઈ હતી. તેમની તબિયત ધીમે ધીમે ખુબજ બગડી રહી હતી. જેથી દેહરાદૂન હોસ્પિટલમાં જ તાત્કાલિક તેમની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી.

મહિલાને એર એમ્બ્યુલન્સથી સુરત લવાઈ
મહિલાની હાલત ગંભીર રહેતા પરિવારે તેમને સુરત હોસ્પિટલ ખસેડાયા નિર્ણય કર્યો હતો. જેને લઇ આજ રોજ તેમને ગુજરાત સરકારની એર એમબ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે સુરત લાવવામાં આવ્યા હતા. સુરત 108ના અધિકારી જીતેન્દ્ર સાહી અને પરાગ હડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમને આજ રોજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાણ કરવામાં આવી કે એક ક્રિટીકલ દર્દી ઇમરજન્સીમાં દહેરાદૂનથી એર એમ્બયુલન્સ મારફતે સુરત આવી રહ્યું છે. તાત્કાલિક અમે મારા અડાજણ લોકેશનની (ALS) એમ્બ્યુલન્સ સુરત એરપોર્ટ રવાના કરી ફરજ પર રહેલ EMT શબ્બીર અને પાઇલોટ તેજસને સંપૂર્ણ વિગત આપી હતી. દહેરાદૂનથી સુરત આવતા તેમને એર એમ્બ્યુલન્સમાં 04:40કલાક થયા હતા.

એમ્બ્યુલન્સમાં સારવાર શરૂ કરાઇ
EMT શબ્બીરએ વધુમાં જણાવ્યું હતું કે, દર્દી બેભાન હાલતમાં હતા અને ક્રિટીકલ સ્થિતિમાં હતા. તાત્કાલિક મેં વેન્ટિલેટર અને મલ્ટીપેરા મોનીટરથી દર્દીની સારવાર ચાલુ કરી હતી અને અમારા 108 સેન્ટરમાં બેસેલા ફિજીસિયનના સંપર્કમાં રહી એમ્બ્યુલન્સમાં સારવાર શરૂ કરી હતી.

28 મિનિટમાં 15 કિમી અંતર કાપ્યું
દેહરાદુનથી સુરત એરપોર્ટ લાવવામાં આવેલ બ્રેઈન સ્ટ્રોક મહિલાને સુરતની INS ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. સુરતની 108 તરફથી આ કેસનું સંપૂર્ણ મોનીટીરીંગ કરવામાં આવતું હતું. સુરત એરપોર્ટથી હોસ્પટલ સુધી પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર સાથે દર્દીને INS હોસ્પિટલ ગઈ ગયા હતા. દર્દીને એરપોર્ટથી હોસ્પિટલ સુધીના 15 કિમીના અંતરને 28 મિનિટ અંદર કાપીને ઝડપીથી પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં તેમની ઇમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી હતી.

Powered by Blogger.