જામનગરમાં આજથી રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ, 28 મેં સુધી ચાલનારી સ્પર્ધામાં 400 ખેલાડીઓ ભાગ લેશે | State level competition starts today in Jamnagar, 400 players will participate in the competition which will last till May 28 | Times Of Ahmedabad

જામનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગર મા આગામી તા.25 થી 28 મે સુધી જામનગર શહેરની સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.જે ટુર્નામેન્ટનો સાંસદ શ્રી પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે ટુર્નામેન્ટ અંગેની ઝીણવટભરી વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે જામનગર રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું શહેર છે તેમજ જામનગરવાસીઓ આ પ્રકારના આયોજનોને ખૂબ જ ઉત્સાહથી વધાવે છે.યુવાઓએ જીવનમાં અવશ્ય કોઈ સ્પોર્ટને પસંદ કરી તેને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. આવી સ્પર્ધાઓના માધ્યમથી જ આપણને શ્રેષ્ઠતમ ખેલાડીઓ પ્રાપ્ત થાય છે. જામનગરના આંગણે આ સ્પર્ધાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમરસતાથી એક તાંતણે જોડાશે તેમ પણ સાંસદએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના આંગણે સૌપ્રથમ વાર યોજાવા જઈ રહેલ આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.જેમાં ભાઈઓની ટુર્નામેન્ટ માટે ગૃપ ‘એ’ માં ભાવનગર, કચ્છ, મોરબી, ગૃપ ‘બી’ માં અમદાવાદ, જામનગર, સાબરકાંઠા, ગૃપ ‘સી’ માં વડોદરા, દેવભૂમિ દ્વારકા, સુરત, ગૃપ ‘ડી’ માં રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર જ્યારે ગૃપ ‘ઇ’ માં અમરેલી તથા આણંદની ટીમો જોડાશે.જ્યારે બહેનો માટે ગૃપ ‘એ’માં અમદાવાદ, દેવભુમિ દ્વારકા, જામનગર, ગૃપ ‘બી’ માં પાટણ, વડોદરા, મોરબી, ગૃપ ‘સી’ માં ભાવનગર, આણંદ, રાજકોટ, ગૃપ ‘ડી’ માં ભરૂચ, અમરેલી, સુરતની ટીમો જોડાઈ પોતાનું કૌવત દાખવશે.

જામનગરના નાગરીકો સવારે 7 થી 11 તેમજ સાંજે 4 થી 9 કલાક દરમિયાન સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે આ ટુર્નામેન્ટ નિહાળી શકશે.આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સેક્રેટરી શફિક શેખ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોર્પોરેટર સુભાષ જોશી તથા પરાગ પટેલ, સુનિલ ઠાકર તેમજ બાસ્કેટબોલ સ્ટેટ તથા ડિસ્ટ્રીક્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.