રાજકોટ4 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા બામણબોર નજીકથી બે આરોપીને 28 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં શાપરની મહિલાનું નામ ખુલતા એરપોર્ટ પોલીસની ટીમે આરોપી મહિલા જયનાબેન ખેરડીયાને શાપરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા ગઈકાલે ગાંજાના જથ્થા સાથે મહંમદ યાસીન ઉર્ફે આસીફ કુરેશી અને બુધેશ પંડિતને ઝડપી પાડી એરપોર્ટ પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની પુછપરછમાં તેઓ ગાંજાનો જથ્થો સુરતથી લાવ્યાનું ખુલ્યુ હતું અને આ જથ્થો શાપરની જયનાને આપવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન એરપોર્ટ પોલીસ સ્ટેશન પીઆઇ એમ.એ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ શાપર પહોંચી તપાસ કરતા આરોપી મહિલા ખેરૂનબેન ઉર્ફે જયનાબેન શાહનવાઝ ખેરડીયા (ઉ.વ.45) ને ઝડપી પાડી હતી. જયનાબેન શાપરમાં કરીયાણાની દુકાન ધરાવે છે અને છૂટક ગાંજાનો વેપાર કરતી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ મહંમદ યાસીન તેનો દીયર હોવાનું અને બુધેશ તેની દુકાનમાં કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.