કાલાવડમાં રહેતી 29 વર્ષીય પરિણીતાની પતિ અને સાસુ-સસરા સામે માન્સિક અને શારીરિક ત્રાસ આપી તરછોડી દીધાની ફરિયાદ | Complaint of 29-year-old wife living in Kalavad against her husband and mother-in-law for mental and physical torture and abandoned her. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Complaint Of 29 year old Wife Living In Kalavad Against Her Husband And Mother in law For Mental And Physical Torture And Abandoned Her.

રાજકોટ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

જામનગર જિલ્લાના કાલાવડ સાસરે રહેતી 29 વર્ષીય પરિણીતાને તેના પતિ, સાસુ-સસરા અને નણંદે માનસિક અને શારીરિક ત્રાસ આપી માવતરના તરછોડી દીધાની ફરિયાદ ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

સાસરિયાવાળા નાની-મોટી વાતમાં હેરાન કરતા
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન દોઢેક વર્ષ પહેલા કાલાવડના કૌશીક મનસુખભાઇ રાઠોડ સાથે થયેલ હતાં અને હાલ તેના પતિ સાથે રાજકોટમાં રહેતા હતાં અને તેના પતિ આઇ.ટી કંપનીમાં નોકરી કરે છે. તેમજ તેના સાસુ-સસરા કાલાવડમાં રહે છે. લગ્ન થયા બાદ તેને બે માસ સુધી સારી રીતે રાખ્યા બાદ સાસરિયાવાળાઓ નાની-મોટી વાતમાં હેરાન કરવા લાગતા તેમના પતિને વાત કરેલ જેથી તેઓ દંપતી રાજકોટ રહેવા જતા રહેલ બાદ પણ તેના સાસુ રમીલાબેન, સસરા મનસુખભાઈ અને નણંદ નિમીકાબેન તેના પતિને ફોનથી ચડામણી કરતા જેથી તેના પતિ કંકાસ કરતા હતાં.

સાસુએ મને બે ત્રણ થપ્પડ માર્યા
શનિ-રવિમા દંપતી કાલાવડ સાસુ-સસરાને ત્યા આટો મારવા જતાં હતાં. ગઈ તા. 23 મેં ના સાંજના આશરે આઠ વાગ્યાની આસપાસ કાલાવડ આવેલા હતા અને તેઓ ઘરકામ કરતા હતાં ત્યારે તેના પતિ, સાસુ-સસરા તથા નણંદ જાણ બાર તેની વાતો કરતા હતા અને ગઈકાલે સવારે તેઓ ઘરે હતાં ત્યારે તેના સસરાએ કહેલ કે, તુ તૈયાર થઇ જા આપણે બધાને ધોરાજી જવુ છે અને તેના સાસુએ મંગલ સૂત્ર ઉતારવાનું કહેતા તેને મંગલસુત્ર ઉતારવાની ના પાડતા સાસુએ મને બે ત્રણ થપ્પડ મારેલ અને સસરા તેમજ પતિએ ગાળો આપી કહેલ કે, જેલમા પુરાવા હોય તો પુરાવી દેજે આજ તને ધોરાજી મુકી જવી છે તેમજ તેની નણંદ તેમને મારવા દોડેલ અને કહેલ કે, રૂપીયા ત્રીસ લાખ દેવા પડે તો પણ મારી ત્રેવડ છે.

પતિએ કારમાંથી નીચે ઉતારી મૂંઢ માર માર્યો
પરિણીતાએ રાડા રાડી કરતા પડોશીઓ દોડી આવેલ તેઓ પોલીસ મથકે દોડી ગયેલ હતાં જે બાદ તેના પતિ સહિતનાઓ તેને ધોરાજી મુકવા આવેલ હતાં. દરમિયાન ચાલુ કારે પણ તેના પતિ તેમના પિતા વિશે ગાળો આપી હતી. તેમજ ધોરાજી પહોંચતા જ તેના પતિએ કારમાંથી નીચે ઉતારી તેમને મૂંઢ માર મારેલ હતો. બાદમાં તેઓ છોડીને ચાલ્યા ગયેલ હતાં. બાદમાં ફરિયાદીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાઇ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ધોરાજી પોલીસની ટીમે સસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કર્યાવહી હાથ ધરી છે.