જામનગરની નાઘેડી કોલેજના ચર્ચાસ્પદ ચોરીકાંડમાં 3 વિદ્યાર્થીઓને ડીબાર્ડ, 53 વિદ્યાર્થીને 1+1 અને 3ને 1+8ની સજા અપાઈ | 3 students were debarred, 53 students were sentenced to 1+1 and 3 students were | Times Of Ahmedabad
રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે અને ગઈકાલે EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની ખાસ બેઠક આયોજીત કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વિવિધ ફેકલ્ટીની પરીક્ષામાં ચોરી અને ગેરરીતી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને સજા સંભળાવવામાં આવી હતી. આ બેઠકમાં બે દિવસમાં કુલ 119 જેટલાં ગેરરિતી અને કોપી કેસનું હિયરીંગ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જામનગરનાં નાધેડીની કોલેજનાં ચર્ચાસ્પદ પરીક્ષા ચોરી કાંડના ત્રણ વિદ્યાર્થીઓને ડીબાર્ડ એટલે કે કાયમી માટે પરીક્ષામાંથી બાકાત કરવામાં આવ્યા છે.
બે પરીક્ષામાંથી બાકાત રહેશે
તાજેતરમાં જામનગરની નાઘેડી કોલેજમાં થયેલ કોપી કેસ મામલે 3 વિદ્યર્થિઓને ડીબાર્ડ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયમી માટે બાકાત કરી દેવામાં આવ્યા છે. જયારે 53 વિદ્યાર્થીઓને 1+1 એટલે કે તેઓ આગામી બે પરીક્ષામાંથી બાકાત રહેશે અને પરીક્ષા આપી શકશે નહિ. એ જ રીતે બે વિદ્યાર્થીને 1+4, એક વિદ્યાર્થીને 1+6 અને ત્રણ વિદ્યાર્થીને 1+8 ની સજા ફટકારવામાં આવી છે.
ચોરીકાંડના ઘેરા પડઘા પડયા
નાધેડીની કોલેજનાં આ પરીક્ષા ચોરીકાંડના ઘેરા પડઘા પડયા હતા અને રાજય સરકાર દ્વારા પણ આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસેથી રીપોર્ટ મંગાવવામાં આવતાં યુનિવર્સિટી દ્વારા નાધેડીની આ કોલેજમાં બે અધિકારીઓની ટીમ દોડાવી તપાસ કરવામાં આવી હતી જે તપાસનો રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યો હતો.
Post a Comment