પદવીદાન સમારોહ ઓક્ટોબરમાં યોજવાનો નિર્ણય, પાસ ક્લાસ વિદ્યાર્થીઓને સાયન્સમાં એડમિશનની દરખાસ્ત મંજૂર, 3 સિન્ડીકેટ સભ્ય ગેરહાજર રહ્યા | Decision to hold graduation ceremony in October, proposal for admission to pass class students in science approved, 3 syndicate members absent | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Decision To Hold Graduation Ceremony In October, Proposal For Admission To Pass Class Students In Science Approved, 3 Syndicate Members Absent
વડોદરા4 મિનિટ પહેલા
- કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીની ફાઇલ તસવીર.
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક આજે મળી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં પદવીદાન સમારોહ યોજવાનો નિર્ણય લેવાયો છે. આજની બેઠકમાં પ્રોફેસરોની નિમણૂંક અને પ્રમોશન સહિતના કામોન થતાં હોવાથી સંકલન સમિતિના 3 સભ્ય હસમુખ વાઘેસા દિલીપ કટારીયા અને ચેતન સોમાણી ગેરહાજર રહ્યા હતા.
પાસ હશે તો પણ સાયન્સ ફેકલ્ટીમાં એડમિશન મળશે
એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રો. અકીલ અહેમદ દ્વારા સ્કલ્પચર ચોરીના મુદ્દે નિયમ મુજબ કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત આ વર્ષે સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાની શક્યતા છે. જેથી આ વર્ષે પાસ ક્લાસ વિદ્યાર્થીઓને પણ સાયન્સમાં એડમિશન આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત મારામારી અને સીસીટીવીને નુકસાન પહોંચાડવાની ઘટનામાં 16 વિદ્યાર્થીઓને વોર્નિંગ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
3 સભ્યો ગેરહાજર રહ્યા
એમ.એસ. યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય હસમુખ વાઘેલાએ જણાવ્યું હતું કે, સંકલન સમિતિ તરફથી અમે 3 મેમ્બર આજે સિન્ડીકેટની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. પીજી કાઉન્સિલની બેઠક પૂર્ણ કરતા નથી. એના કારણે 100થી 200 જેટલા પીજીના વિદ્યાર્થીઓનું કેરિયર એક વર્ષથી લટકતું રહ્યું છે અમે વાંરવાર રજૂઆત કરવા છતાં પીજી કાઉન્સિલની બેઠક અધવચ્ચે છોડી દઇને કોઇ નિર્ણય પર આવતા નથી અને પીએચડીના ઇન્ટરવ્યૂ પણ કરતા નથી.
પ્રમોશનના ઇન્ટરવ્યૂ થતાં નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રમોશનના ઇન્ટરવ્યૂ પણ આજદિવસ સુધી કર્યાં નથી. આ ઉપરાંત સરકારે 2019માં જે ભરતી પ્રક્રિયા ચાલુ કરી હતી, તે કોરોનાના કારણે અટવાઇ ગયેલી હતી. તે પ્રોસેસ ચાલુ કરવી જોઇએ. એમ.એસ.યુનિવર્સિટી 50થી 60 ટકા ટેમ્પરરી લેક્ચરર અને ટેમ્પરરી ટીચીંગ આસિસ્ટન્ટ પર ચાલે છે. ભરતી પ્રક્રિયામાં કોઇપણ કાર્યવાહી કરી નથી. તો સિન્ડીકેટની બેઠકમાં જઈને ટાઇમ વેસ્ટ કરવા કરતા ન જવુ વધારે સારું. કારણ કે, રજૂઆતો કરવા છતાં કામો તો કરવાના નથી. જેથી આજે અમે સિન્ડીકેટની બેઠકમાં આજે જવાનું ટાળ્યું હતું.
Post a Comment