રાજકોટમાં ઈન્સ્યોરન્સ પોલિસી લેવા જતા મહિલાએ 3 લાખ તો ક્રેડિટ કાર્ડ બંધ કરવા જતા યુવકને એક લાખ ગુમાવ્યા | In Rajkot, a woman lost 3 lakh while going to take an insurance policy and a young man lost 1 lakh while going to close a credit card. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, A Woman Lost 3 Lakh While Going To Take An Insurance Policy And A Young Man Lost 1 Lakh While Going To Close A Credit Card.

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે દિવસમાં જ 8 જેટલા લોકોને નાણાકીય ફ્રોડમાં ગુમાવેલી રકમ પરત અપાવી છે. જેમાં ગઈકાલે 3 અને આજે 4 પીડિતોને તેમણે ગુમાવેલા 5.65 લાખ રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે.

66 હજારની છેતરપિંડી કરી હતી
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ ઉપર સરસ્વતિનગરમાં રહેતાં જાદવ દલપતભાઈ કરશનભાઈને કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતે બેન્કનો કર્મચારી છે તેવો ફોન કરી ક્રેડિટ કાર્ડ આગળ-પાછળના આંકડા માંગ્યા હતા. આ પછી વાતવાતમાં દલપતભાઈનો વિશ્વાસ કેળવી લઈ તેમની પાસે ક્રેડિટકાર્ડ એપના સેટિંગ્સમાં ફેરફાર કરાવી લીધા હતા. ત્યારપછી ક્રેડિટકાર્ડની વિગતો અને ઓટીપી મેળવી 66000ની છેતરપિંડી કરી હતી. જો કે સાયબર પોલીસે તાત્કાલિક 63395 રૂપિયા પરત અપાવ્યા છે.

ક્રાઇમ પોલીસે ગુમાવેલી રકમ પરત અપાવી

ક્રાઇમ પોલીસે ગુમાવેલી રકમ પરત અપાવી

ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી
આ ઉપરાંત જાગનાથ પ્લોટમાં રહેતાં ઉષાબેન પરસોત્તમભાઈ ચોટાઈએ પાંચ વર્ષ પહેલાં મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી અને તેના નિયમિત હપ્તા પણ ભરતા હતા. જો કે થોડા સમય પહેલાં કોઈ અજાણ્યા નંબર પરથી ઉષાબેનને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સના કર્મચારીની ઓળખ આપી અરજદારને વોટસએપમાં તેના પોલિસી નંબર મોકલી વિશ્વાસમાં લઈ લીધા હતા અને એક સીનિયર સિટીઝન હોવાથી પોલિસીનો લાભ વહેલો આપવામાં આવે છે તેમ કહી રૂ.3 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ પણ સાયબર સેલે અરજદાર ઉષાબેનને પરત અપાવી છે.

ત્રણ ઓટીપી આવ્યા હતા
​​​​​​​
જયારે ઓમનગરમાં પિતૃકૃપા નામના મકાનમાં રહેતાં મીતેશભાઈ ધીરૂભાઈ જોટાણીયાને તેમના મોબાઈલમાં ટાઈટન કંપની લિમિટેડ-બેંગ્લોરના નામે ત્રણ ઓટીપી આવ્યા હતા જે ઓટીપી મીતેશભાઈએ કોઈને પણ શેયર કે ફોરવર્ડ ના કરવા છતાં તેમની જાણ બહાર તેમના એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડમાંથી ઓનલાઈન 97701 રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. આ પૈસા પણ સાયબર સેલે પરત અપાવ્યા છે.

SBIના કર્મચારીની ઓળખ આપી
​​​​​​​
જ્યારે સંજયભાઈ આંબાભાઈ અજાણી કે જેઓ મોરબી રોડ પર રહે છે તેમના મોબાઈલ નંબર પર SBIના કર્મચારીની ઓળખ આપી તેમનું ક્રેડિટ કાર્ડ બંધ થઈ જવાનું હોય જે ચાલું રાખવા માટે અપડેટ કરાવવું પડશે તેમ કહી સંજયભાઈને એનીડેસ્ક નામની એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવી તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 1,03,764 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જે પૈકી સાયબર સેલે 99764 રૂપિયાની રકમ પરત અપાવી છે.

Previous Post Next Post