3 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટ્ડ પ્લેનથી નહીં પણ બાય રોડ વડોદરા આવશે, સુરતથી મેનેજમેન્ટની ટીમ મદદ માટે વડોદરા પહોંચી | On June 3 Dhirendra Shastri will come to Vadodara not by chartered plane but by road, management team from Surat reached Vadodara for help | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • On June 3 Dhirendra Shastri Will Come To Vadodara Not By Chartered Plane But By Road, Management Team From Surat Reached Vadodara For Help

વડોદરા8 કલાક પહેલા

  • કૉપી લિંક
આયોજકોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આમંત્રણ આપ્યું હતું. - Divya Bhaskar

આયોજકોએ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આમંત્રણ આપ્યું હતું.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 3 જૂનના રોજ વડોદરા આવનાર હોવાથી હાલ નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શરૂઆતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ચાર્ટ્ડ પ્લેનથી વડોદરા આવવાના હતા. પરંતુ, આયોજકોના જણાવ્યા પ્રમાણે હવે તેઓ રાજકોટથી બાય રોડ આવવાના હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો કે, છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે. દિવ્ય દરબારના આયોજકોએ આજે ગાંધીનગર જઈને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આરોગ્ય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

બાબા બાય રોડ વડોદરા આવશે
વડોદરાના નવલખી મેદાનમાં યોજાનાર દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમના આયોજક કમલેશ પરમારે જણાવ્યું હતું કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી 3 જૂને બાય રોડ વડોદરા આવશે. જ્યાં અમારા કાર્યકરો દ્વારા બાબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. કાર્યક્રમ માટે હાલ નવલખી ગ્રાઉન્ડમાં તૈયારીઓ ચાલી રહી છે. અમારી 15 જેટલી સમિતિઓ દ્વારા રોજેરોજ મિટીંગો કરીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓ.

નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓ.

સુરતથી ટીમ મદદ માટે વડોદરા આવી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સુરતમાં દિવ્ય દરબારમાં મેનેજમેન્ટ કરનાર ટીમ હાલ મદદ માટે વડોદરા આવી છે. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ પણ મદદ માટે આવી છે. દિવ્ય દરબાર કાર્યક્રમ માટે સારો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો મદદ માટે આવી રહ્યા છે.

દિવસ રાત ટીમો કામ કરે છે
વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ફરાસખાનાની દિવસ અને રાતની બે ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સવારથી શરૂ થયેલી કામગીરી રાત્રે 3 વાગ્યે શરૂ થઇ જાય છે. હાલ મેદાનમાં ડોમ, સ્ટેજ અને વિશાળ એલઇડી લગાવવાની કામગીરી ચાલી રહી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે હાલ ખુરશી માટે બુકિંગ ચાલી રહ્યું છે. આવતીકાલથી દિવ્ય દરબાર કાર્યક્રમના કાર્યાલય ખાતેથી તે લોકોને પાસનું વિતરણ કરવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.

3 જૂને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા આવશે.

3 જૂને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા આવશે.

મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું
દિવ્ય દરબાર આશિર્વચન કાર્યક્રમના આયોજકોએ આજે ગાંધીનગર જઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના દંડક બાળુ શુક્લને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

Previous Post Next Post