Wednesday, May 31, 2023

બનાસકાંઠાથી સામાન ભરી મુંબઈ જઈ રહેલું પીકઅપ ડાલું પાંચોટ પાસે પલટી મારી ગયું, 3 લોકોને ઈજા | Pickup loaded with goods from Banaskantha to Mumbai overturns near Dalun Panchot, 3 injured | Times Of Ahmedabad

મહેસાણા8 કલાક પહેલા

  • કૉપી લિંક

બનાસકાંઠાથી એક પરિવાર પીકઅપ ડાલામાં પોતાનો સામાન ભરીને મુંબઇ જઈ રહ્યો હતો એ દરમિયાન મહેસાણા પાસે આવેલા પાંચોટ નજીક રાત્રે બે કલાકે પીકઅપ ડાલું પલટી મારી જતા અકસ્માત થયો હતો. જેમાં ગાડીમાં સવાર ડ્રાઈવર સહિત ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમજ અકસ્માત દરમિયાન પીકઅપ ડાલામાં રહેલા પશુઓ પર નાળામાં ફસાઈ જતા મહેસાણા પાલિકાના ફાયર વિભાગે રાત્રે બે કલાકે રેસ્ક્યુ કરી ચાર પશુઓને બચાવી લીધા હતા.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વાવ તાલુકાના જોરડીયાળી ગામે રહેતા અને મુંબઈમાં ભેંસોના તબેલામાં કામ કરતા હીરાબેન રબારીએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયદ નોંધાવી જણાવ્યું કે, તેઓને મુંબઈ જવાનું હોવાથી તેઓ બાજુના ગામ ઓટારામ પુરાના ઠાકોર મેવાજી ઠાકોરનું GJ08AV4732 નમ્બરના પીકઅપ ડાલું ભાડે કરી સમાન ભરી પોતાના દીકરા સાથે મુંબઈ જવા નીકળ્યા હતા. જ્યાં મહેસાણાના પાંચોટ આવતા રાત્રે બે કલાકે પાંચોટ બાયપાસ પર નવું ગરનાળુ બનતું હોવાથી ગાડી પસાર થઈ રહી હતી એ દરમિયાન ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ ડાલું પલટી મારી ગયું હતું.અકસ્માતમાં ગાડીમાં સવાર ડ્રાઇવર,ફરિયાદી અને તેના દીકરાઓને પણ ઇજાઓ થઈ હતી.જ્યાં 108 મારફતે તેઓને મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ અકસ્માત દરમિયાન પીકઅપ ડાલામાં રહેલા પશુઓ પર નાળામાં ફસાઈ જતા મહેસાણા પાલિકાના ફાયર વિભાગે રાત્રે બે કલાકે રેસ્ક્યુ કરી ચાર પશુઓને બચાવી લીધા હતા

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.