અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ, આગામી 3 કલાક ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના | Rain started in Ahmedabad with lightning, chances of rain with heavy wind for next 3 hours | Times Of Ahmedabad

અમદાવાદ2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ અને વડોદરામાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં ભાગે ગાજવીજ સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદ અને ગાંધીનગર ચાંગોદર વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે આજે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહેલી IPLની ફાઈનલ મેચમાં વિઘ્ન આવી શકે છે.

30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવવાની શક્યતા
અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. સિંચાઈ વિભાગની સુચના મળતાં જ વાસણા બેરેજના બે દરવાજા ખોલી અને 134 ફૂટ લેવલ જાળવવામાં આવશે.સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા અમદાવાદમાં વીજળીનાં કડાકાભડાકા સાથે વરસાદ શરુ થયો છે. અમદાવાદ સહિતના જિલ્લામાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતની ફરતે 3 વરસાદી સિસ્ટમ સર્જાતા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ અને વડોદરામાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદને કારણે ક્રિકેટરસિકો ભારે નિરાશ
અમદાવાદમાં ભારે વરસાદ પડતા જ સ્ટેડિયમમાં મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે નિરાશા ફેલાઈ ગઈ છે. વરસાદ રોકાઈ જાય અને ગ્રાઉન્ડ સુકાઈ ગયા બાદ ફરી મેચ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યાં છે. જો કે, હાલમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને જોતાં મેચ ફરી શરૂ થાય તેવી શક્યતા ઓછી જણાય છે. ક્રિકેટરસિકો ભારે નિરાશ છે.

30 મે પછી વાતાવરણ નોર્મલ થશે
ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવાના શરુ થયા. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.

આગામી ચાર દિવસ વરસાદની સંભાવના

  • આજે 28મી મેએ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેમાં અમદાવાદ, અરવલ્લી, આણંદ, ભરૂચ, વડોદરા, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.
  • 29મી મેએ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે.
  • 30મી મેએ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે.
  • 31મી મેએ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં 1 જૂન સવારે સાડા આઠ વાગ્યા સુધી વરસાદ પડવાની સંભાવના છે.

Previous Post Next Post