કચ્છ (ભુજ )7 કલાક પહેલા
- કૉપી લિંક
કચ્છમાં ધરતીકંપના આંચકાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આજે ગુરુવાર સાંજે 6.40 મિનિટે ભચાઉથી 19 કિલોમીટર દૂર મનફરા ગામ નજીક 3ની તીવ્રતા ધરાવતો ભૂંકપનો આંચકો રિકટર સ્કેલ પર અંકિત થયો હોવાનું ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.જોકે સ્થાનિકેથી તપાસ કરતા આંચકાની કોઈ અસર વર્તાઈ ના હતી. ઉલ્લેખનીય છે કે ઉનાળાના આકરા તાપ વચ્ચે કચ્છની ધરા સતત ધ્રુજી રહી છે. ગત સપ્તાહે તા. 17ના કચ્છ સરહદ નજીક પાકિસ્તાનમાં કેન્દ્રબિંદુ ધરાવતો 4.2ની તીવ્રતાનો આંચકો રાત્રિના 1.6 મિનિટે નોંધાયો હતો.
ભૂંકપથી સતત ધ્રૂજતી કચ્છની ધરા ભૂગર્ભીય ગતિવિધિની સાક્ષી પૂરતી રહે છે. એક તારણ મુજબ ભૂકંપના કારણે જ કચ્છ વિસ્તાર અમલમાં આવ્યો છે અને દરિયાના પાણીની ઉપર નીચે સરકતો રહ્યો છે. જોકે વર્તમાન સમયે આવતા આંચકાઓની કોઈજ અસર દેખાતી નથી. પરંતુ આંચકાની ખબર લોકોના મનને ઘડીભર ચિંતામાં મૂકી દે છે. આજે વાગડ ફોલ્ટ લાઈન પર આવેલા 3ના આંચકાની પણ ખાસ અસર થવા પામી નથી.