વલસાડ5 કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગૌ રક્ષકોની ટીમને મળેલી બાતમીના આધારે નાસિક તરફ જતો એક પિકઅપ ટેમ્પોમાં 3 ગૌ વંશને ભરીને મહારાષ્ટ્ર કતલખાને લઈ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતો. મળેલી બાતમીના આધારે કપરાડા ગૌ રક્ષકની ટીમના સભ્યોએ બાતમી વાળા ટેમ્પોને અટકાવી ચેક કરતા ગેરકાયદેસર રીતે પિકઅપ ટેમ્પોમાં ગૌ વંશને ઠાંસી ઠાંસીને ગૌ વંશને ભરી લઈ જતા 2 ને ઝડપી પાડયા હતા. ગૌવંશ ભરાવી આપનાર ઈસમ વોન્ટેડ જાહેર કર્યો છે. ગૌ રક્ષકોએ કપરાડા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગૌ રક્ષકોની ટીમને મળેલી બાતમીમાં આધારે એક પિકઅપ ટેમ્પો ન. MH-42-M-1176માં ગેરકાયદેસર રીતે ગૌ વંશનો જથ્થો ભરીને ગૌ વંશને મહારાષ્ટ્ર ખાતે આવેલા કતલ ખાને લઈ જવાના હોવાની બતમો મળી હતી. મળેલી બાતમીના આધારે કપરાડા ગૌ રક્ષકોની ટીમે કપરાડા તાલુકાના માંડવા ગામ ખાતે બાતમી વાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા ગૌરક્ષકો ની ટીમે બાતમી વાળા ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પો માં કુલ ત્રણ ગૌવંશ મળી આવ્યા હતા. જેની સાથે પીકઅપ ટેમ્પોમાં 2 ઇસમોની કપરાડા ગૌરક્ષકની ટીમે ઝડપી પાડ્યા હતા. કપરાડા ગૌરક્ષક ગૌરાંગભાઈ વસંતભાઈ પટેલ અને તેમની ટીમે કાપરડાથી ગેરકાયદેસર રૂટ ટેમ્પોમાં ગૌ વંશને ભરીને નાસિક તરફ લઈ જતા ગૌવંશનો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ગૌરાંગભાઈએ ગૌ વંશ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હોવાની જાણ કપરાડા પોલીસને કરી હતી. કપરાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતા ટેમ્પો ચાલક ઋષિકેશ સતિષભાઈ પેલમહાલે અને સતીશ વામન સિંદેને ઝડપી પાડ્યા હતા 3 લાખનો પિકઅપ અને 3 ગૌવંશ મળી કુલ 3.60 લાખના મુદ્દા માલ કબ્જે લઈ કપરાડા પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ કરી છે. ગૌ વંશ કેસમાં ગમનભાઈ નામના ઇસમની સંડોવણી સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરી કપરાડા પોલોસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.