રાજપીપળા કરજણ પુલ પર ઉભી ટ્રકમાં બસ ઘુસી જતા 30 મુસાફરોને ઇજા; બે મુસાફરોની હાલત ગંભીર | 30 passengers injured when bus rammed into truck standing on Rajpipla Karajan Bridge; The condition of two passengers is critical | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • 30 Passengers Injured When Bus Rammed Into Truck Standing On Rajpipla Karajan Bridge; The Condition Of Two Passengers Is Critical

નર્મદા (રાજપીપળા)4 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજપીપળાના પ્રવેશદ્વારા પર આવેલા કરજણ નદી પરના પૂલ ઉપર એસટી બસના ચાલકે ઉભેલી ટ્રકમાં પોતાની બસ અથાડવતા બસમાં બેઠેલા મુસાફરોને ઈજાઓ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.

મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે રાજપીપળા કરજણ પુલ પર બનેલી ઘટનામાં છોટાઉદેપુરથી સુરત જઇ રહેલી એસટી બસ વાયા રાજપીપળા થઈને જતી હોવાથી રાજપીપળાના પ્રવેશ દ્વારા પર આવેલા કરજણ નદીના બ્રિજ ઉપર ઊભી રહેલી એક ટ્રકમાં બસના ચાલકે પોતાના કબજાની બસ ઘુસાડી દેતા બસમાં બેસેલા 30 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી. આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં 28 મુસાફરોની સારવાર કરવામાં આવી છે. જ્યારે બે ગંભીર ઇજાગ્રસ્તોને વડોદરા વધુ સારવાર અર્થે રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ રાજપીપળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Previous Post Next Post