અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં શરૂઆતમાં માત્ર રજીસ્ટ્રેશન જ થયા હતા ત્યારે હવે રજીસ્ટ્રેશન ની સંપૂર્ણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે 24 ફીલિંગ પણ થઈ શકશે જેથી વિદ્યાર્થીઓ કોલેજ પર પસંદ કરી શકશે ત્યારે સાયન્સ ના વિદ્યાર્થીઓને બીએસસી માટેનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
5 મેથી રજીસ્ટ્રેશન શરૂ થયું હતું.હવે વિદ્યાર્થીઓ 30 મે સુધી ચોઈસ ફીલિંગ કરી શકશે. લત્યારબાદ 7 જુને પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 12 જૂને ફાઇનલ મેરીટ લીસ્ટ અને કોલેજની ફાળવણીનો પ્રથમ રાઉન્ડ થશે.19 મેએ વિદ્યાર્થીઓને ફાઇનલ કોલેજ ફાળવવામાં આવશે.23મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી શકશે.26 જૂન બાદ બાકી રહેલ સીટ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરાશે.