અમદાવાદ3 કલાક પહેલા
- કૉપી લિંક
16 ઓગષ્ટ, 2022માં વડોદરાના સાવલીના મોકસી ગામની સીમમાં સ્થિત નેક્ટર કેમ નામની ફેક્ટરીમાંથી 225.053 કિલો ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ગુજરાત ATSએ આ કેસમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે ATS દ્વારા આ આરોપીઓની 3.13 કરોડની મિલકત ફ્રીઝ કરી દીધી છે.
3.13 કરોડની મિલકતને ફ્રીઝ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડ્રગ્સની હેરાફેરી કરનારા આ આરોપીઓએ તેના વેચાણમાંથી ઊભી કરેલી મિલકત ઉપર NDPC એક્ટ પ્રમાણે ATS દ્વારા કાર્યવાહી કરવામા આવી છે. આ ગુના અંતર્ગત તપાસ અધિકારી વી.એન. વાઘેલા દ્વારા તપાસ દરમિયાન આરોપીઓએ ડ્રગ્સના વેચાણમાંથી ઊભી કરેલી મિલકતને શોધીને તેને ફ્રીઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
ડ્રગ્સનું વેચાણ કરીને મિલકત વસાવી
આ કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ મકાણી, વિજય વસોયા, પિયુષ પટેલ અને મહેશ ધોરાજીએ એમડી ડ્રગ્સના વેચાણમાંથી વસાવેલ 3 કરોડ 13 લાખ 22 હજારની મિલકત ATS દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને તેને ફ્રીજ કરવા માટેની કાર્યવાહી કરી હતી. આ મિલકત ફ્રીઝ કરવાનું કારણ એ હતું કે, તેને કોઈપણ રીતે ટ્રાન્સફર કરીને આરોપીઓ છુપાવી શકે નહીં. આ મિલકત સંબંધે આરોપીઓ કે તેમના સાગરીતો દ્વારા કોઈ વ્યવહાર કરી શકાય નહીં. મિલકત જપ્ત કરવાની આગળની કાર્યવાહી સક્ષમ અધિકારી તરફ રવાના કરવામા આવી છે.