Saturday, May 6, 2023

કમોસમી વરસાદ બાદ પાકમાં 33% નુકસાન થયું હશે તો જ લાભ મળશે,ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં નામ હોવું જરૂરી | After unseasonal rains, there will be 33% loss in the crop, the benefit will be available only, the name must be in the village level survey list. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • After Unseasonal Rains, There Will Be 33% Loss In The Crop, The Benefit Will Be Available Only, The Name Must Be In The Village Level Survey List.

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતમાં માર્ચ-2023 માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અન્વયે રાજય સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરાયું છે જેના લાભ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.ખેતી તથા બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકશાન થયું હોય તે જ કિસ્સામાં સહાય મળવાપાત્ર રહેશે અને ખાતાદીઠ (ગામ નમૂના નં-8/અ મુજબ) મહત્તમ 2 હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે એમ ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવાયું છે.

સંમંતિ પત્ર અરજીમાં જોડવું જરૂરી
આ યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ના – વાંધા અંગેનો સંમંતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

TDOને અરજી કરવાની રહેશે
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પાક નુકસાની સર્વેમાં 33% થી વધુ નુકસાન માલુમ પડેલ હોય તેવા સર્વે નંબરવાળા ખેડુત ખાતેદાર કે જેના સર્વે / ખાતા નંબર ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ખેડુત ખાતેદારોને જ આ સહાય પેકેજ નો લાભ મળશે.ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડુત ખાતેદારોએ આ પેકેજ નો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.

સર્વેની યાદી વિસ્તરણ અધિકારી પાસે રહેશે
તેમજ તાલુકા કક્ષાએ ગામ વાઈઝ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી(ખેતી) / જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે એમ વધુમાં જણાવાયું છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.