વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર ઉપર આવેલા પાલઘર જિલ્લામાં આજે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે પણ આંચકા અનુભવાયા હતા. મહારાષ્ટ્રમાં આજે 6 ભૂકંપના આંચકા નોંધાયા હતા. પાલઘર ખાતે આવેલા 6 ભૂકંપના આચકમાં સૌથી મોટો ભૂકંપનો આંચકો 3.3 રિકટર સ્કેલમાં નોંધાયો હતો.
મહારાષ્ટ્રના પાલઘર ખાતે આજે દિવસ દરમિયાન અલગ અલગ સમયે કુલ 6 જેટલા ભૂકંપના આચકા આવ્યાં હતા. જેમાં સૌથી મોટો આંચકો 3.3ની તીવ્રતા સાથે આવ્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તરોમાં સ્થાનિક લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના જણાવ્યાં અનુસાર મહારાષ્ટ્રના પાલઘર ખાતે સવારથી સાંજ સુધીમાં અલગ અલગ સમયે 6 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનું એપી સેન્ટર પાલઘરથી નજીકનો વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપની અસર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અને જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં રહેતા લોકોએ અનુભવ્યાં હતા. 10 સેકન્ડ જેટલો સમય માટે ભૂકંપના આચકા અનુભવાય હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.