સુરતના નાનપુરામાં ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત, 34 વર્ષ બાદ 928 ચો.ફુટ જગ્યાનો કબ્જો મનપાને પ્રાપ્ત થયો | Surat's Nanpura will get relief from traffic problems, after 34 years, the municipality got possession of 928 sq.ft. | Times Of Ahmedabad
સુરત5 કલાક પહેલા
- કૉપી લિંક
34 વર્ષ જૂની ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મળશે રાહત
સુરતનો નાનપુરા અતિ વ્યસ્તવિસ્તારો પૈકીનો એક છે. કારણ કે આ વિસ્તારમાંથી ચોક બજાર અને અઠવા ગેટ તરફનો ભારણ ખૂબ જ વધુ જોવા મળે છે એટલું જ નહીં પરંતુ મકાઈ ભૂલથી અડાજણ તરફ જવા માટે પણ વાહન વ્યવહારો સતત દોડતા રહે છે. 34 વર્ષ પહેલા લાઈન દોરી સુરત મહાનગરપાલિકાએ નક્કી કરી હતી પરંતુ કેટલીક ટેકનીકલ સમસ્યા અને કોર્ટ કેસના કારણે નડતરરૂપ ઇમારતને દૂર કરવા માં મુશ્કેલી આવી રહી હતી.
કોર્ટનો આદેશ આવતા મોટી રાહત
નાનપુરા વિસ્તારની લાઈન દોરીમાં આવતી કેટલીક મિલકતોને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.નામદાર કોર્ટે મિલ્કતદાર દ્વારા દાખલ કરેલ અપીલ તથા મનાઈ અરજી રદ કરી સુરત મહાનગરપાલિકા તરફે આજ રોજ હુકમ કરતા સુરત મહાનગરપાલિકાના સધન પ્રયાસોના કારણે 34 વર્ષના લાંબા સમયગાળા બાદ 50 ફુટની રસ્તારેખા હેઠળની આશરે 928 ચો.ફુટ જગ્યાનો કબ્જો સુરત મહાનગરપાલિકાને પ્રાપ્ત થયો છે.કોર્ટના આદેશ બાદ બોટલનેક દુર થતા શહેરીજનો માટે આ રસ્તો સંપુર્ણ પહોળાઈનો લાભ મળનાર છે તથા કાયમી ધોરણે વાહનવ્યવહારની માટે સરળતા થશે. તેમજ શહેરના અતિ મહત્વના નાનપુરા વિસ્તારમાં રહેણાંક, કોમર્શીયલ તથા સરકારી કચેરીઓ વાળા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે.
50 ફુટ લાઈનદોરીનો અમલ થશે
સુરત શહેરના વોલસીટી વિસ્તારમાં મકકાઈપુલથી ડચ ગાર્ડન થઈ બહુમાળીથી અઠવાગેટ તરફ જતા મહત્વના રસ્તા તથા મકકાઈપુલથી કૈલાશ રેસ્ટોરન્ટ, ટી એન્ડ ટી.વી.સ્કૂલ થઈ અઠવાગેટ તરફ જતા રસ્તાને જોડતા અઠુગર મહોલ્લામાં વર્ષ 1972માં 50 ફુટની લાઈનદોરી ભવિષ્યમાં થનાર શહેરના વિકાસ અને વાહનવ્યવહાર માટે ઉપસ્થિત થનાર જરૂરિયાતને ધ્યાને લઈ નિયત કરવામાં આવેલ. જે રસ્તાના અમલીકરણની કાર્યવાહી વર્ષ-1989 દરમ્યાન હાથ ધરવામાં આવેલ. નાનપુરા વિસ્તારમાં સ્થિત રહેણાંક, કોમર્શીયલ તથા વિવિધ સરકારી કચેરીઓ આવેલ છે.
સમસ્યાનો સામનો કરવો પડે છે
જેથી સદર વિસ્તારનું ટ્રાફિક ભારણ ઓછું કરવા માટે વોર્ડ નં.01, નોંધ નં.831 માં આવેલ મિલ્કતને દુર કરી રસ્તો પહોળો કરવા સુરત મહાનગરપાલિકા ધ્વારા સદર મિલ્કતના મિતદારોને વર્ષ-1989 માં નોટીસ આપવામાં આવેલ. રસ્તારેખા હેઠળની અઠુગર મહોલ્લામાં સેન્ટ્રલ બેંકની સામે આવેલ વોર્ડ નં.01, નોંધ નં.831, એકમાત્ર મિલ્કતના મિલ્કતદારોના અસહકાર તથા વારંવાર ઉપસ્થિત કરાતા દાવાપ્રકરણ કે જે માં થતા મનાઈ હુકમના કારણે 50 ફુટની રસ્તારેખાનું અમલીકરણ ન થવાથી બોટલનેક સર્જાતા વર્ષો સુધી શહેરીજનોને વાહનવ્યવહારના કારણે ટ્રાફીકજામના કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે.
Post a Comment