વલસાડ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
- રનિંગ ટ્રેનમાંથી મહિલાનું પર્સ છીનવી ચોર કૂદીને ભાગી છુટ્યો
વલસાડના ડુંગરી સ્ટેશને મુંબઇ નંદરબાર પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાની બાજૂમાં મૂકેલું રૂ.3500ની રોકડ સાથે કુલ રૂ.34 હજારની મતા ભરેલું પર્સ રનિંગ ટ્રેનમાંથી ચોર ઇસમે છીનવી ટ્રેનમાંંથી કૂદીને ભાગી છુટ્યો હતો.
મુંબઇના મલાડ ઇસ્ટમાં રહેતા કપિલ રાજકુમાર જૈન તેમના પરિવારજનો સાથે સુરત જિલ્લાના મહુવા ખાતે આવેલા પારસનાથ જૈન મંદિરે દર્શન કરવા 19 મેના રોજ રાત્રે મુંબઇ નંદરબાર ટ્રેનમાં એસ-1 કોચમાં બેઠા હતા.આ દરમિયાન તેઓ સૂઇ ગયા હતા. ટ્રેન વલસાડથી ઉપડી ડુંગરી સ્ટેશને પહોંચતાં કપિલભાઇના માતાની બાજૂમાં મૂકેલું પર્સ રનિંગ ટ્રેનમાંથી છીનવી લઇ કોઇ ચોર ઇસમ ભાગી છૂટી ટ્રેનમાંથી નીચે કૂદીને ભાગી છુટ્યો હતો.
પિતા પકડવા દોડતા ટ્રેનમાંથી પડી જતા બચ ગયા હતા.આ પર્સમાં રૂ.3500 રોકડા,3 ઘડિયાળ,2 મોબાઇલ,આધારકાર્ડ,ડેબ િટ ક્રેડિટકાર્ડ સહિતની કુલ રૂ.34 હજારની મતા હતી.આ અંગે મુસાફર કપિલ જૈને વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
હાલ વાપી, ભીલાડ અને વલસાડ સહિતના સ્ટેશનો ઉપર મોબાઈલ તેમજ પર્સની ચોરી કરનારા ઈસમોની સંખ્યામાં વધારો થયો છે. થોડા દિવસ અગાઉ જ વાપી રેલવે પોલીસે 10થી વધુ ફોન સાથે એકની ધરપકડ કરી હતી.