રાપર તાલુકામા 34363 જેટલા બાળકોને પોલીયોના ટીંપા પીવડાવવામાં આવ્યા | As many as 34363 children were given polio vaccine in Rapar Taluk | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજે 28 મે પોલીયો દિવસ નિમિતે દેશની સાથે જિલ્લામાં જીરો થી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીંપા પીવડાવવામાં આવી રહ્યા છે.તે મુજબ આજે રાપર તાલુકામા પણ પોલીયોના ટીંપા આપવામાં પીવડાવવામાં આવી રહયા છે. રાપર તાલુકા હેલ્થ કચેરીના આયોજન હેઠળ આરોગ્ય કેતાલુકાના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા 29628 અને રાપર શહેર ખાતે 4735 મળી કુલ 34363 જેટલા જીરોથી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીંપા પીવડાવવામાં આવયા હતા. આ માટે 162 બુથ પર 324 ટીમ દ્વારા 692 કર્મચારીઓ અને 18 મોબાઇલ ટીમ દ્વારા કસમગીરી સંભાળવામાં આવી છે.

આ વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર રામજી પરમારના જણાવ્યા અનુસાર રાપર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં અને દુર્ગમ વાંઢ વિસ્તારમાં જીરો થી પાંચ વર્ષના બાળકોને પોલીયોના ટીંપા આપવામાં આવ્યા છે. ઉપરાંત આગામી દિવસોમાં જે બાળકો બાકી રહી ગયા હશે તે બાળકોને ડોર ટુ ડોર પોલીયોના ટીંપા આપવામાં આવશે એમ તેમણે કહ્યુ હતું. હાલ સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર પોલિયો ડ્રોપ પીવડાવવામાં વાલીઓ બાળકોને લઈ કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. આ સિવાય એસટી બસ મથક, જાહેર સ્થળે અને મોલ બહાર પન પોલિયો ડ્રોપની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે.