વડોદરામાં કેટરર્સે બહેનને કેનેડા મોકલવા માટે લીધેલા 3.5 લાખની સામે વ્યાજખોરે 27 લાખ પડાવ્યા બાદ પણ વધુ નાણાં માગતા પોલીસ ફરિયાદ | Police complaint filed by caterers in Vadodara demanding more money after loan shark extorted 27 lakhs against 3 lakhs taken to send sister to Canada | Times Of Ahmedabad
- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Police Complaint Filed By Caterers In Vadodara Demanding More Money After Loan Shark Extorted 27 Lakhs Against 3 Lakhs Taken To Send Sister To Canada
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

ફતેગંંજ પોલીસ સ્ટેશન.
વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરતા અનિલકુમાર વિજયકુમારે 3.5 લાખ રૂપિયાની સામે 27 લાખ રૂપિયા ચુકવ્યા બાદ પણ વધુ 2 લાખ રૂપિયા માંગતા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાાદ નોંધાઈ છે.
12 ટકા વ્યાજે રૂપિયા લીધા
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટ અને કેટરિંગનું કામ કરતા અનિલકુમાર વિજયકુમારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી બહેનને અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા હિમાંશુ ગોપાલ થોભાણીએ વગર લાયસન્સે મને નવેમ્બર-2015માં 3.5 લાખ રૂપિયા મને 12 ટકા વ્યાજે આપ્યા હતા અને દર મહિને 42 હજાર રૂપિયા વ્યાજ મેળવીને 43 મહિના સુધી 18 લાખ રૂપિયા વ્યાજ મેં ચુકવ્યું હતું.
9 લાખ બળજબરીથી પડાવ્યા
તેમ છતાં આરોપી વધારે રૂપિયાની માંગણી કરી હતી અને મારા પિતાના બેંક ચેક મારફતે 9 લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવ્યા હતા. ત્યારબાદ પણ વધારે 2 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. ફતેગંજ પોલીસે આરોપી હિમાંશુ ગોપાલ થોભાણી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Comments
Post a Comment