જિલ્લામાં 39 પરીક્ષા કેન્દ્રો પર કુલ 14,970 ઉમેદવારો પરીક્ષા આપશે; જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ શરુ કરાયા | A total of 14,970 candidates will take the exam at 39 exam centers in the district; Control rooms were started at the district level to provide necessary guidance | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • A Total Of 14,970 Candidates Will Take The Exam At 39 Exam Centers In The District; Control Rooms Were Started At The District Level To Provide Necessary Guidance

મહિસાગર (લુણાવાડા)5 કલાક પહેલા

  • કૉપી લિંક

આગામી તારીખ 07/05/2023ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. આ અંગે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર પરીક્ષા વ્યવસ્થા અંગે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શનમાં સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં 39 પરીક્ષા કેન્દ્રો ઉપર 14,970 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે.

સદર પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવેલી છે. જેમાં ખાસ કરીને દરેક પરીક્ષા કેન્દ્રો ખાતે વર્ગખંડ, લોબી, સ્ટાફરૂમ, મુખ્યરૂમ વગેરે જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે બોર્ડ પ્રતિનિધિ તથા સીસીટીવી ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવેલી છે. મહીસાગર વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાની સલામતી માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે.

તેમણે વધુમાં જાહેર જનતા અને ઉમેદવારોને સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે, પરીક્ષાનું સંચાલન સફળતા પૂર્વક થાય, અસામાજિક તત્વોના ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય અને સૌહાદપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતા પૂર્વક તથા ગેરરીતી કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા તથા પરીક્ષા શાંતિથી અને નિર્વિઘ્ને પાર પડે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસ CRPC એક્ટની કલમ-144 અન્વયે જરૂરી જાહેરનામું મહીસાગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

પરીક્ષાઓમાં થતી ગેરરીતી અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા નવીન કાયદો બનાવવામાં આવેલો છે. જે કાયદામાં સજા તથા દંડની સખ્ત જોગવાઈઓ કરવામાં આવેલી છે. જેમાં મુખ્યત્વે ઓછામાં ઓછી ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીની કેદ તથા એક લાખથી એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈઓ કરવામાં આવેલી છે. ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી)ની પરીક્ષામાં ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તેઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યું છે. જે કંટ્રોલ રૂમનો નંબર 02674-250566 છે. જે તારીખ 07/05/2023ના રોજ સાંજે 6 કલાક સુધી કાર્યરત રહેશે.

ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી)ની પરીક્ષા નિર્વિઘ્ને અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. જેથી ઉમેદવારોને કોઈપણ પ્રકારના ભય કે પ્રલોભન વિના પરીક્ષા આપવા માટે આહ્વાન કરવામાં આવે છે અને પરીક્ષા માટે ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 07/05/2023 (૨વિવાર) બપોરે 12.30થી 13.30ના સમયમાં લેવાનાર ગ્રામ પંચાયત મંત્રી(તલાટી કમ મંત્રી)ની પરીક્ષા માટે લુણાવાડા તાલુકામાં 17 પરીક્ષા કેન્દ્રો 6330 ઉમેદવારો, કડાણા તાલુકામાં 2 પરીક્ષા કેન્દ્રો 900 ઉમેદવારો, સંતરામપુર તાલુકામાં 6 પરીક્ષા કેન્દ્રો 2460 ઉમેદવારો, ખાનપુર તાલુકામાં 2 પરીક્ષા કેન્દ્રો 630 ઉમેદવારો, વીરપુર તાલુકામાં 3 પરીક્ષા કેન્દ્રો 1260 ઉમેદવારો અને બાલાસિનોર તાલુકામાં 9 પરીક્ષા કેન્દ્રો 3390 ઉમેદવારો મળી મહીસાગર જિલ્લામાં કુલ 39 પરીક્ષા કેન્દ્રો પર 14,970 ઉમેદવારો પરીક્ષા આપશે.

Previous Post Next Post