અમદાવાદના ઓઢવમાં ગેરકાયદે વેચાતી કફ-સિરપની 390 બોટલ સાથે 2 આરોપીની ધરપકડ | 2 accused arrested with 390 bottles of cough syrup sold illegally in Odhav, Ahmedabad | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

કફ શિરપનો નશો કરવાના કિસ્સા વધતા SOG દ્વારા કફ સિરપ વેંચતા અનેક લોકોને ઝડપી પાડયા છે. ત્યારે ઓઢવમાં આવેલી દુકાનમાં રેડ કરીને ગેરકાયદેસર કફ સિરપની 390 બોટલ કબજે કરી છે. આ ઉપરાંત 2 આરોપીઓની 69,820 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જ્યારે કફ શિરપ મોકલનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

બોક્સમાં કફ સિરપની 390 બોટલ મળી
SOGએ બાતમીના આધારે ઓઢવ કડીયાનાકા પાસે આવેલી દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાં કમલેશ કુમાવત અને વિપુલ માલવીયા નામના 2 શખ્સ હાજર હતા. દુકાનમાં તપાસ કરતા અલગ અલગ બોક્સમાં કફ સિરપની 390 બોટલ મળી આવી હતી. પોલીસે આ અંગે તપાસ કરતા ગેરકાયદેસર રીતે નશો કરવા માટે કફ સિરપનું છૂટક વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતી જેથી પોલીસે 57,720 રૂપિયાનો કફ સિરપનો જથ્થો કબજે કર્યો હતો.

SOGએ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી
દુકાનમાંથી મળી આવેલ બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રાજસ્થાનના પાલીમાં રહેતો મુકેશ લુહાર કફ સિરપનો જથ્થો આપી જતો હતો. SOGએ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે તથા કેટલા સમયથી આરોપીઓ ગેરકાયદેસર કફ સિરપનું વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post