માધવપુર ઘેડ ખાતે નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં અંદાજિત 4 કરોડ રૂપિયાના ખર્ચે 30 બેડની ક્ષમતા, સાંસદ રમેશ ધડુકની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું | Newly constructed health center at Madhavpur Ghede with 30 bed capacity at an estimated cost of Rs 4 crore was inaugurated in the presence of MP Ramesh Dhaduk. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Newly Constructed Health Center At Madhavpur Ghede With 30 Bed Capacity At An Estimated Cost Of Rs 4 Crore Was Inaugurated In The Presence Of MP Ramesh Dhaduk.

પોરબંદર26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂપિયા 04 કરોડના ખર્ચે 30 બેડની ક્ષમતાવાળું અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપીડી સેવાઓ,દાખલની સુવિધા, પ્રસુતિની સુવિધા, ઓપરેશન થિયેટર, 24*7 ઈમરજન્સી સુવિધા, ડાયાલીસિસની સુવિધા, દાંતનો વિભાગ, ફિઝિયોથેરાપી વિભાગ, લેબોરેટરી, એનસીડી વિભાગ, પોસ્ટમોર્ટમ, સગર્ભા સ્ત્રીઓની તપાસ, નિદાન અને સારવાર તેમજ આયુષ્માન કાર્ડ તથા આભા કાર્ડ કાઢવાની સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ તકે સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યની ચીવટ પૂર્વક કાળજી લઈ રહી છે. જેને પગલે માધવપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તરોના લોકોને પહેલા સારવાર માટે પોરબંદર તેમજ જૂનાગઢ સુધી જવું પડતું હતું. પરંતુ હવે સારવારની સુવિધાઓ માધવપુરમાં મળી રહેશે. વધુમાં કહ્યું કે, આજરોજ માધવપુર તેમજ આજુબાજુના ગામના લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ભેટ મળી છે. જેનો નાગરિકોને ખૂબ લાભ થવાનો છે. તેમજ બિલ્ડીંગમાં સ્વચ્છતા જળવાય તે જોવાની જવાબદારી આપણા સૌ લોકોની છે અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવા પણ અનુરોધ કર્યો હતો.

આ તકે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ જણાવ્યું હતું કે, માધવરાયની પાવન ભૂમિ પર માધવપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગની ભેટ મળી છે, જે અહીંયાના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પ્રકારની સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થઈ શકવાને કારણે નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપ કેશવાલા,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા, માધવરાય મંદિરના ટ્રસ્ટી અને કુલગોર જનક પુરોહિત, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો,અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્વાગત પ્રવચન જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.બી.કરમટા તેમજ આભારવિધિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માધવપુરના અધિક્ષક ડો.કામિલ દ્વારા કરવામાં આવી હતી.