અમરેલીએક કલાક પહેલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લામા વન્યપ્રાણીનો આતંક વધી રહ્યો છે. ગામની બજાર અને રહેણાંક વિસ્તારમાં જઈ પશુઓનું મારણ અને હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે સાવરકુંડલાના ખોડીયાણા ગામમાં મોડી રાતે એક સિંહે ગામની બજારમાં ઘુસી પશુઓનો શિકાર કર્યા છે. એક સાથે 4 જેટલા પશુનો શિકાર કરતા ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. સિંહે શિકાર કરી પશુને બજારમાં ઢસડી લઈ આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જેનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓની લટાર અવારનવાર જોવા મળે છે. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે. વન્યપ્રાણી દીપડા સિંહોની રેવન્યુ વિસ્તારમાં સૌથી વધારે વસવાટ વધ્યો છે. ઉપરાંત હાલમાં ગરમીનું પ્રમાણ વધતું હોવાને કારણે વન્યપ્રાણી વધુ ખુલ્લામાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં દીપડો પાંજરે પૂર્યા બાદ નાગેશ્રી ગામમાં રહેણાંક મકાનમાં વાછરડા નો શિકાર કરી દીપડો ફરાર થયો છે બાબરકોટ સિમ વિસ્તારની વાડી વિસ્તારમાં દીપડાએ પશુ ઓ શિકાર કર્યો ઘટનાની જાણ થતાં બને જગ્યા ઉપર દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે