પાટણ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની કારોબારી બેઠક વિજાપુર સાયન્સ કોલેજમાં પ્રોફેસરોને ધમકાવવા મામલે તપાસ માટે ડૉ. શ્રેયાંશ ભટ્ટ , ઈસી સભ્ય દિલીપ ચૌધરી ( મહેસાણા) , શૈલેષ પટેલ અને કે. એલ.પટેલ ચાર સભ્યોની કમિટી બનાવી હતી.ઉપરાંત નવીન 16 કોલેજો કોલેજ મંજુર કરવામાં આવી હતી.તો નવા ઇસી મેમ્બર સંસ્કૃત વિભાગના ડૉ.રાઠવા પ્રોફેસરોની બેઠકમાંથી રોટેશન મુજબ નવા ઇસી સભ્ય તરીકે મુકાયા હોય પ્રથમ સભામાં હાજર રહેતા સૌ સભ્યો દ્વારા તેમને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સોમવારે કુલપતિ ડૉ. રોહિત દેસાઈની અધ્યક્ષતામાં મળેલ કારોબારી બેઠકમાં વહીવટી કામોની મંજૂરી ઉપરાંત ઉત્તર ગુજરાતમાં નવીન સંલગ્ન આર્ટસ , સાયન્સ ,અને ફેશન ડિઝાઈનિંગ ની 16 કોલેજો મંજૂર કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં કેમ્પસમાં પાણીના સંપ અને ટાંકીના કામ સહિત નવા બાંધકામો શરૂ કરવા માટે ટેન્ડર પ્રકિયા કરવા , વહીવટી ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
ઉપરાંત કન્વેન્શન હોલમાં થયેલા ભષ્ટાચાર મામલે જૂની તપાસ અનુસંધાન નાયબ એન્જિનિયર કિરીટ ગજ્જરને સરકારના નિયમ મુજબ પેન્શન સહિતના લાભો સાથે સ્વેચ્છિક નિવૃત્તિ આપવા માટે કારોબારી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.બેઠકમાં ઈસી સભ્ય શૈલેષ પટેલ , દિલીપ ચૌધરી ,દિલીપ પટેલ ,અનિલ નાયક સહિતના સભ્યોને રજીસ્ટ્રાર હાજર રહ્યા હતા.