Tuesday, May 16, 2023

સુરત-દિલ્હીની 4 ફ્લાઇટ ઘટતાં પેસેન્જરો 5.50 લાખથી ઘટીને 4.75 લાખ થઈ ગયા | Passengers dropped from 5.50 lakh to 4.75 lakh as Surat-Delhi 4 flights reduced | Times Of Ahmedabad

સુરત20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 2022-23માં સુરતથી ફ્લાઇટમાં મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા 10.34 લાખ

સુરત એરપોર્ટથી ફ્લાઇટ મારફતે મુસાફરી કરનારા પેસેન્જરોની સંખ્યા 2022-23માં 10.34 લાખને પહોંચી ગઇ છે. મહત્ત્વની બાબત એ છે કે, આ તમામ આંકડામાં સૌથી વધારે સુરત-દિલ્હી વચ્ચેના મુસાફરોની સંખ્યા વધારે છે. હાલમાં સુરત અને દિલ્હી વચ્ચે ફ્લાઇટ ઓછી થઇ જવાને કારણે આંકડામાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

જ્યારે સુરત દિલ્હી વચ્ચે 9 જેટલી ફ્લાઇટો હતી ત્યારે સાડા પાંચ લાખ કરતા પણ વધુ પેસેન્જરો મુસાફરી કરતા હતા હાલમાં માત્ર 5 ફ્લાઇટ હોવાને કારણે આ આંકડો 80 હજાર જેટલો ઘટીને 4.75 લાખ સુધી આવી પહોંચ્યો છે. સુરત એરપોર્ટ ઉપર હાલમાં કુલ 26 શિડ્યુલ ફ્લાઈટ્સ ઓપરેટ થઇ રહી છે. દરરોજના સાડા ચાર હજારથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

કનેક્ટિવિટીમાં દિલ્હી સૌથી મોખરે : 42 ટકા યાત્રી માત્ર દિલ્હીના
સૌથી વધુ સુરતથી દિલ્હી વચ્ચે મુસાફરોએ વધુ મુસાફરી કરી છે. દિલ્હી-સુરત વચ્ચે 2022-23માં કુલ 4,75,030 લોકોએ મુસાફરી કરી હતી. બાદ બેંગ્લોર, ગોવા અને હૈદરાબાદમાં પણ મુસાફરોની સંખ્યા વધુ છે. સુરતથી બેંગ્લુરુ વચ્ચે કુલ 148897 મુસાફરોએ મુસાફરી કરી હતી. માર્ચમાં સુરતથી દિલ્હી સુધી 42394 મુસાફરોએ અને 22218 બેંગ્લુરુ મુસાફરી કરી હતી.

2022-23માં સુરતથી મુસાફરી કરનાર યાત્રી
દિલ્હી 475030
બેંગ્લોર 148897
ગોવા 130222
હૈદરાબાદ 102997
જયપુર 78589
ચેન્નાઈ 69175
કિશનગઢ 9232
બેલગામ 9297
કોઈમ્બતુર 11325

માર્ચ-23માં એરપોર્ટથી મુસાફરી કરનારા યાત્રી
દિલ્હી 42394
બેંગ્લોર 22218
ગોવા 11702
હૈદરાબાદ 9097
જયપુર 5738
ચેન્નાઈ 3120
બેલગામ 1004
કોઈમ્બતુર 319
અજમેર 971
કલકત્તા 106637

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.