નવસારી24 મિનિટ પહેલા
- કૉપી લિંક
મરોલીના પોંસરા ગામે રહેતો અને મૂળ બોટાદનો 32 વર્ષીય અનિલ કાઠી ઉર્ફે અનિલ ડેકાણીની પોલીસે ગઈ કાલે દેશી પિસ્તોલ,મેગેઝિન અને રેમ્બો ચપ્પુ સાથે રંગે હાથ ધરપકડ કરી હતી. જેમાં આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી મરોલી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે સાથે જ પિસ્તોલ ઉપલબ્ધ કરાવનાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા એક ટીમ પણ રવાના થઈ છે.પિસ્તોલ વગર લાઇસન્સ એ રાખવા બદલ પોલીસે તેના વિરુદ્ધ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી પિસ્તોલ ઉપલબ્ધ કરાવનાર એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આજકાલ નાની અમથી વાતમાં પિસ્તોલ ચલાવવી કે લઈને ફરવું હે હવે આમ વાત બની છે મેટ્રોસિટીનું દુષણ હવે જિલ્લા કક્ષાના શહેરોમાં પણ પગ પેસારો કરી રહ્યું છે નવસારી જિલ્લાના ઉત્તર છેડે આવેલા મરોલી એ નાનું ટાઉન ગણાય છે. આ વિસ્તારમાં મોટાભાગે ખેડૂતો વસે છે.મૂળ બોટાદ જિલ્લાના અને મરોલીના શુભમ વિલા સોસાયટી પોસરા ગામ પાસે રહેતો અનિલ કાઠી ઉર્ફે અનિલ ડેકાણીની પોતાના વતનમાં ગભરૂ નામના વ્યક્તિ સાથે ઝઘડો થતા સેલ્ફ ડિફેન્સ માંટે પિસ્તોલ ખરીદી હતી. પોલીસ રિમાન્ડ દરમિયાન પોતાના વિરોધી ગબરુ ને મારવાનો પ્લાન હતો કે કેમ બે દિશામાં પણ તપાસ કરશે.
દેસી પિસ્તોલ સાથે કઈ રીતે ઝડપાયો? અનિલ કાઠી ઉર્ફે અનિલ ડેકાણી પોસરા થી મરોલી રેલવે સ્ટેશન તરફ જતા રેલવે ઓવર બ્રિજ નીચે આવનાર હોવાની બાકી મરોલી પોલીસને મળી હતી જેના આધારે પોલીસ પંચ સાથે ગોઠવાઈ ગઈ હતી જેમાં અનિલ કાઠી આવતાં તેની ચકાસણી કરતા પેન્ટ માંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા જીવતા કાર્ટૂન્સ અને રેમ્બો ચાકુ મળી આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ કરતા ત્રિકમ કોસિયા નામના ઈસમ પાસેથી 12600 રૂપિયામાં પિસ્તોલ અને 6 કારતૂસ લાવ્યો હોવાની પ્રાથમિક માહિતી આપી હતી.અનિલ પાસેથી મેગેઝિન સાથેની દેશી પિસ્તોલ અને રેમ્બો ચપ્પુ પોલીસે કર્યો કબ્જે કર્યું છે.પોલીસે અનિલ કાઠીની ધરપકડ કરી ત્રિકમ કોસિયાને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે અનિલની ધરપકડ કરી પિસ્તોલ, છરો અને મોબાઈલ મળી 18 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.