વડોદરાના સાઇકલ બજારમાં બિલ બૂકમાં સાઇકલની ફ્રેમ નંબર સહિતની વિગતો ન હોવાથી 4 વેપારી સામે જાહેરનામા ભંગની ફરિયાદ | Complaint of violation of declaration against 4 traders in cycle market of Vadodara due to lack of details including frame number of bicycle in bill book | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Complaint Of Violation Of Declaration Against 4 Traders In Cycle Market Of Vadodara Due To Lack Of Details Including Frame Number Of Bicycle In Bill Book

વડોદરા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર.

સાઇકલ ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવાની આતંકી પ્રવૃતિને રોકવા માટે નવાપુરા પોલીસે વડોદરાની સાઇકલ બજારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સાઇકલ બજારમાં સાઇકલના ફ્રેમ નંબર અને આઇપ્રુફ વગરની બિલ બૂક જણાતા 4 વેપારીઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાઇકલની વિગતો બિલ બૂકમાં ન મળી
ભૂતકાળમાં જુદા-જુદા શહેરોમાં સાઇકલ ઉપર સ્ફોટક પ્રદાર્ખો રાખીને ભીડભાડવાળી જગ્યાઓ પર સાઇકલો રાખીને બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બની ચૂકી છે. જેને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનરે સાઇકલ-સ્કૂટર ખરીદનારની ઓળખ માટે અને વેચનાર વેપારી બિલમાં સાયકલનો પ્રકાર, ચેસીસ નંબર, ગ્રાહનું પુરું નામ સરનામું, ટેલિફોન નંબર લખવા માટેનું જાહેરનામું બહાર પાડેલું છે. જેને લઇને નવાપુરા પોલીસ પથ્થર ગેટ પાસે સાઇકલ બજારમાં આવેલી રોયલ સાઇકલમાં તપાસ કરવા પહોંચી હતી. ત્યાં તપાસ દરમિયાન સાઇકલના ફ્રેમ નંબર અને આઇ પ્રુફ વગરની બિલ બૂક જણાતા નવાપુરા પોલીસે વેપારી નુરમોહમંદ યુસુફ તૈડીવાલા (રહે. હનુમાન ફળીયા ન્યુ રોડ, લહેરીપુરા, વડોદરા) સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.

જાહેરનામા ભંગનો ગુનો દાખલ
આ ઉપરાંત સાઇકલ બજારમાં જ આવેલી અંબા સાઇકલમાં તપાસ કરતા સાઇકલના ફ્રેમ નંબર અને આઇ પ્રુફ વગરની બિલ બૂક જણાઇ હતી. જેથી નવાપુરા પોલીસે મીતેશ પટેલ (રહે.એ.5, ઉમાનગર વિભાગ-2, વાઘોડિયા, વડોદરા) સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.

પોલીસે વધુ તપાસ શરૂ કરી
આ ઉપરાંત ઓનેસ્ટ સાઇકલ કંપનીના ઇબ્રાહિમભાઇ રહેમુભાઇ દુધવાલા (રહે. હનુમાન ફળીયા, ન્યાયમંદિર પાછળ, મદનઝાપા રોડ, વડોદરા) અને પોપ્યુલર સાઇકલના પ્રણવ દિનેશ શાહ (રહે.16, નવપદ સોસાયટી, મહાવીર હોલ સામે, આજવા રોડ, વડોદરા) સામે પણ નવાપુરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.