પેથાપુરમાં 40 કરોડના ખર્ચે 15 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે, દૈનિક 70 MLD પાણીની જરૂરિયાત સામે 20 ટકા પાણી રીસાઈકલ થશે | A water treatment plant of 15 MLD capacity will be constructed at Pethapur at a cost of 40 crores, 20 percent water will be recycled against the daily requirement of 70 MLD water. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Water Treatment Plant Of 15 MLD Capacity Will Be Constructed At Pethapur At A Cost Of 40 Crores, 20 Percent Water Will Be Recycled Against The Daily Requirement Of 70 MLD Water.

ગાંધીનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

ભરઉનાળે પાણીની અછતની સમસ્યા નિવારવાની સાથે જળ સંવર્ધન માટે પણ કોર્પોરેશન તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં હાલ દૈનિક 70 એમએલડી પાણીની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતે પહોંચી વળવા માટે નર્મદા કેનાલ તથા બોરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આગામી સમયમાં પરંપરાગત જળસ્રોતનો ઉપયોગ ઘટાડવા અને પાણીને રીસાઈકલ કરવા માટે મનપા તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે પેથાપુર ખાતે 15 એમએલડી ક્ષમતાનો સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરવામાં આવશે.

આ પ્લાન્ટના કારણે ગાંધીનગરમાં ઉપયોગમાં લેવાતા પાણીના જથ્થા પૈકી 20 ટકાથી વધુ જથ્થાને રીસાઈકલ કરીને ફરી ઉપયોગમાં લઈ શકાશે. આજે યોજાયેલી ગાંધીનગર મનપાની સ્થાયી સમિતીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલી 17 મહત્ત્વની દરખાસ્તોને મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિ. સંચાલિત રંગમંચ-લગ્નવાડીમાં બીપીએલ કાર્ડ ધારકોને 10 ટકા રાહત તથા બાબા સાહેબ આંબેડકર જયંતીના કાર્યક્રમો માટે વિના મૂલ્યે ફાળવણી અંગે થયેલી જાહેરાતનો સત્તાવાર અમલ કરવા ઠરાવ થયો હતો.

ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં સમાવિષ્ટ નવા વિસ્તારો પૈકી પેથાપુર ખાતે 15 એમએલડી સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં 40.15 કરોડનો એલ-1 ભાવ આવ્યો હતો. આ એજન્સીને પાંચ વર્ષ માટે સંચાલન અને મરામતની જવાબદારી સાથે કામગીરી સોંપવા નિર્ણય લેવાયો છે. મ્યુનિમાં પ્રિન્ટિંગ અને છાપકામની કામગીરી પર વર્ષોથી મોનોપોલી ધરાવતી એજન્સીને વધુ એક વખત આ કામગીરી સોંપવાની દરખાસ્તને ફગાવી દેવાઈ છે.

આ એજન્સીએ યુનિટ રેટથી એલ -1 ભાવ ભર્યા હતા. જો કે જે વસ્તુઓનો વધારે વપરાશ હતો, તેના વધુ ભાવ હતા અને સ્ટેમ્પ, લેટરપેડ જેવી ઓછી વપરાશની વસ્તુઓની કિંમત બજાર ભાવ કરતાં ઘણી ઓછી રખાઈ હતી. એજન્સીની આ કરામત ધ્યાને આવતાં સ્થાયી સમિતીના સભ્યોએ રોજિંદા વપરાશની વસ્તુઓના વ્યાજબી ભાવ લખનારી અને એલ-2 ભાવ આપનારી એજન્સીને કામગીરી સોંપી હતી.

આ ઉપરાંત કુડાસણ અને સરગાસણમાં ટીપી-4 અને ટીપી-8 વિસ્તારોમાં પાણી પુરવઠાની કામગીરીના સંચાલન-મેન્ટેન્સ માટે રૂ.65.46 લાખના ખર્ચે કામગીરી સોંપવા નિર્ણય લેવાયો હતો. ભાટ ખાતે હયાત સ્મશાનના નવીનીકરણ માટે રૂ.1.21 કરોડના ટેન્ડરને મંજૂરી આપવા તથા સરગાસણ ખાતે ફાઈનલ પ્લોટ-60માં નવા ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સૌથી નીચા ભાવ રૂ.7.97 કરોડના ભરાયા હતા. આ એજન્સીને કામગીરી સોંપવા નિર્ણય લેવામાં આવશે.

રાયસણ અને સરગાસણ વિસ્તારમાં નર્સરી વિકસાવવાની કવાયત હાથ ધરાઈ છે. આ નર્સરીમાં મ્યુનિ.ની વૃક્ષારોપણ ઝુંબેશ માટે તથા નગરજનો માટે રોપા ઉછેરવામાં આવશે. નર્સરીનું આ કામ રૂ.59.11 લાખમાં સોંપવા અંગે નિર્ણ લેવામાં આવશે. ગાંધીનગર મ્યુનિસિપલ વિસ્તારમાં 10 લાખ વૃક્ષો ઉછેરવાના લક્ષ્યાંકને સાકાર કરવા માટે મ્યુનિ. દ્વારા બે સ્થળે નર્સરી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. રાયસણ અને સરગાસણ ખાતે આવેલા ખાલી પ્લોટમાં 40,000 રોપા ઉછેરવાની ક્ષમતા વિકસાવવા માટે રૂ.59.11 લાખના ખર્ચે કામગીરી સોંપવાનો નિર્ણય લેવાયો છે. સ્થાયી સમિતીની બેઠકમાં રાયસણ ટીપી 19 ખાતે આવેલા 2500 ચોમીના પ્લોટમાં અને સરગાસણ ખાતે ટીપી 9માં આવેલા 4000 ચોમીના પ્લોટમાં નર્સરી ઊભી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

આ બંને સ્થળે નર્સરી ઊભી કરવા માટે રૂ.59.11 લાખના ખર્ચે કામગીરી સોંપવામાં આવશે. આ બંને સ્થળે પાણીની ટાંકી અને માળી માટે બે રૂમ પણ બનાવવામાં આવશે. ખર્ચ ઘટાડવા માટે ટાંકીની ઉપર રૂમ બનાવવામાં આવશે. ગુરુવારે યોજાયેલી સામાન્ય સભામાં કુલ 54 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી.

Previous Post Next Post