આજે શહેરમાં ગાયત્રી પરિવારની 40 શાખા અને 4 હજાર ઘરમાં યજ્ઞ યોજાશે | Yajna will be held today in 40 branches of Gayatri family and 4 thousand houses in the city | Times Of Ahmedabad

અમદાવાદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દેશભરમાં 2 લાખથી વધુ મહાયજ્ઞ થશે

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંસ્થા દ્વારા 5મે વૈશાખ પૂર્ણિમાના દિવસે અમદાવાદ સહિત સમગ્ર દેશના ગાયત્રી પરિવાર સંસ્થામાં સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મહાયજ્ઞ કરવામાં આવશે. અમદાવાદમાં 40થી વધુ શાખાઓમાં તેમજ 4 હજારથી વધુ ઘરોમાં સવારના સમયે આ મહાયજ્ઞ યોજાશે. તેની સાથે જ દેશ અને વિદેશના ગાયત્રી પરિવારના તમામ કેન્દ્રો તેમજ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા લોકોના 2 લાખથી વધુ ઘરોમાં એક સાથે આ મહાયજ્ઞ કરવામાં આવશે.

ગાયત્રી પરિવારના મુખ્ય કેન્દ્ર હરિદ્વાર ખાતે દેશનો સૌથી મોટો મહાયજ્ઞ યોજાશે. જેમાં એક સાથે 2 હજારથી વધુ લોકો જોડાશે. ગાયત્રી પરિવારના અગ્રણીના જણાવ્યા મુજબ લોકોમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય અને સકારાત્મક ઊર્જાનો વિકાસ થવાની સાથે વાતાવરણ શુદ્ધ થાય તે માટે આ યજ્ઞ કરનાર છે. એક સાથે લાખો ઘરોમાં મહાયજ્ઞ કરવાથી આસપાસનું પર્યાવરણ શુદ્ધ થાય છે. મહાયજ્ઞ બાદ સંધ્યા કાળે દરેક ઘરમાં મહાઆરતી થશે.

નારણપુરમાં મૂક-બધિર બાળકો સાથે મહાયજ્ઞ કરાશે
નારણપુરા ગાયત્રી પરિવાર સંસ્થા 50 જેટલા મૂક-બધિર બાળકો સાથે નિઃશુલ્ક મહાયજ્ઞ કરાશે. સંસ્થાના પ્રમુખ કનુભાઈ પટેલના જણાવ્યા અનુસાર દરેક બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ યજ્ઞ દ્વારા બાળકોનું આરોગ્ય સારું રહે તેમ જ તેમના કૌશલ્યમાં વધારો થાય તે હેતુથી મહાયજ્ઞ કરવામાં આવશે. મૂક-બધિર બાળકો સામાન્ય બાળકો જેવું જીવન જીવી શકે તે માટે આ મહાયજ્ઞમાં પ્રાર્થના કરાશે. આ મહાયજ્ઞ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલશે.

6 અને 7 મેના રોજ પણ મહાયજ્ઞ કરી શકાશે
​​​​​​​ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના આદેશ મુજબ દેશભરમાં એકસાથે 5 મેના રોજ આ મહાયજ્ઞ કરવામાં આવશે. તેમ છતાં જો કોઈ સભ્ય 5 મેના રોજ યજ્ઞ ન કરી શકે તો તેઓ 6 મે અથવા 7 મેના રોજ પણ યજ્ઞ કરી શકશે. વધુમાં મોટાભાગના યજ્ઞ એક કુંડી જ થશે તેમ છતાં અનેક સ્થળે 5 કુંડી કે 24 કુંડી યજ્ઞ પણ કરવામાં આવશે.

Previous Post Next Post