સાબરકાંઠા (હિંમતનગર)39 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠાં જિલ્લામાં હિંમતનગર શહેરના ટાવર ચોકમાં સોમવારે જિલ્લા આરોગ્ય અધિકારિના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરોની ઉપસ્થિતિમાં શહેરની 40 કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માસિક ધર્મ દરમિયાનની કાળજી, સેનેટરી પેડ અને કપડાનો ઉપયોગ અને યોગ્ય નિકાલ, માસિક ધર્મ દરમિયાનની સ્વચ્છ્તા જેવા વિષયો પર સુંદર રંગોળી પુરીને ચિત્રો બનાવી લોક જાગૃતિનો પ્રસંશનીય પ્રયાસ કરવામાં આવેલી હતી. મેડીકલ ઓફિસર દ્વારા કિશોરીઓના પ્રયાસને ઇનામ આપી સન્માનિત પણ કરવામાં આવેલા. શહેરીજનોએ ઉત્સાહપુર્વક રંગોળીની રજુઆતને નિહાળી આરોગ્ય શાખાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં 28 મે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવશે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ માસિક સ્વરછતા દિવસની ઉજવણી 22 થી 28 મે દરમિયાન અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.હિંમતનગર શહેરના ટાવર ચોક પાસે વિશ્વ માસિક સ્વરછતા દિવસની ઉજવણીના ભાગરૂપે રંગોળી દોરીને મહિલાઓને જાગૃતિ ફેલાવી હતી. માસિક ઋતુ સ્ત્રાવ તથા તે અંતર્ગત વિવિધ બાબતો જેવી કે જનનાંગો ની સ્વચ્છતા, સેનેટરી પેડ, ફલાલીન ના કપડા, મેન્સ્ટ્રુઅલ કપ નો ઉપયોગ તથા તેના યોગ્ય નિકાલ,મહિલાઓના કામના સ્થળે પેડનો ઉપયોગ અને તેના નિકાલ અંગે જરૂરી સુવિધાઓ, માસિક સંબંધી ગેરમાન્યતાઓ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે અને બહોળા પ્રમાણમાં લોક જાગૃતિ કેળવાય તેના માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યો છે. જોકે એક સપ્તાહ સુધી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં અને યુવતી સહિત મહિલાઓ પણ રંગોળી દોરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
બીજી તરફ આજથી 22 થી 28 મે સુધી સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ & વેલનેસ સેન્ટર અને નર્સિંગ કોલેજો ખાતે માસિક ઋતુ સ્ત્રાવ સંબંધી લોક જાગૃતિ કેળવાય તે માટે રંગોળી, ચિત્રકામ, નાટક, રેલી, પ્રદર્શન, વકતૃત્વ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં તા. 25 મે ના રોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર- પ્રાંત કચેરી, જિલ્લા-તાલુકા પંચાયત કચેરી, ન્યાયાલય, નગરપાલિકા, પોલીસ સ્ટેશન, જી.ઇ.બી ઓફિસ ખાતે પણ તબીબી અધિકારીઓ અને આયુષ મેડીકલ ઓફિસર દ્વારા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.