ભુજમાં ગરમી ઘટી, કાલથી પારો 40 ડિગ્રી નીચે રહેવાની વકી | Temperatures drop in Bhuj, mercury expected to remain below 40 degrees from tomorrow | Times Of Ahmedabad

ભુજએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • સોમવારથી અધિકત્તમ તાપમાનમાં ઘટાડો થશે
  • ગાંધીધામ-​​​​​​​અંજારમાં 43.6 ડિગ્રીએ અંગ દઝાડતી ગરમી

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા પ્રખર તાપની વચ્ચે ભુજમાં ગરમી ઘટી હતી તો કંડલા એરપોર્ટ મથકે ઊંચું ઉષ્ણતામાન 43.6 ડિગ્રી જેટલું રહેતાં ગાંધીધામ-અંજારમાં અંગ દઝાડતી ગરમીનો દોર જારી રહ્યો હતો. કાલે સોમવારથી અધિકત્તમ તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના દર્શાવાઇ છે.

જિલ્લા મથક ભુજમાં બુધ અને ગુરૂવારે મહત્તમ પારો 43.4 ડિગ્રી રહ્યા બાદ શુક્રવારે ઘટીને 42.6 થયો હતો અને શનિવારે વધુ નીચે ઉતરીને 41 ડિગ્રીએ પહોંચતાં અંગ દઝાડતી ગરમીમાં રાહત અનુભવાઇ હતી. આજે રવિવારે અધિકત્તમ તાપમાન 40 ડિગ્રી અને બાદમાં તેનાથી પણ ઓછું રહેશે તેવી આગાહી હવામાન વિભાગે દર્શાવી છે.

કંડલા એરપોર્ટ મથકે ઉંચા ઉષ્ણતામાનનો પારો આંશિક ઉતરીને 43.6 ડિગ્રી રહેતાં ગાંધીધામ, આદિપુર, અંજાર સહિતના વિસ્તારમાં અંગ દઝાડતી ગરમીનું જોર યથાવત્ રહ્યું હતું. છેલ્લા ચાર દિવસથી આભમાંથી વરસી રહેલી અગન વર્ષાને પગલે બપોરે માર્ગો સૂમસામ બન્યા હતા.

ન્યૂનતમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઉંચકાઇને 26 ડિગ્રીએ પહોંચતાં મોડી રાત્રે પ્રસરતી ઠંડકની અસર પણ ઓસરી હતી. કંડલા બંદરે ઉષ્ણતામાન સામાન્ય કરતાં 5 ડિગ્રી વધુ રહેવાની સાથે 40 ડિગ્રીએ પહોંચતાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું. નલિયામાં ગુરૂત્તમ તાપમાન ઘટીને 36.8 ડિગ્રી થતાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી.

Previous Post Next Post