ભાવનગરમાં 40.5 ડીગ્રી વચ્ચે સમી સાંજે એકાએક વાતાવરણ પલટો આવતા વરસાદી ઝાપટું વરસ્યું | In Bhavnagar, between 40.5 degrees, there was a sudden change of weather in the evening and there was a shower of rain. | Times Of Ahmedabad

ભાવનગર5 કલાક પહેલા

  • કૉપી લિંક

સમગ્ર ગોહિલવાડમાં વિદાય લઈ રહેલ ઉનાળાએ અંતિમ દિવસોમાં આકાર તાપ વરસી રહ્યો હતો જે આજે બે દિવસની આગાહી વચ્ચે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સમી સાંજે અચાનક શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટું વરસ્યું હતું.

હળવો વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ
સમગ્ર રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત 15 જૂન બાદ કરવામાં આવી છે પરંતુ એ પહેલાં ફરી એકવાર મૌસમે મિજાજ બદલ્યો છે તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસની આગાહી કરી છે કે આજે ગોહિલવાડના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે છેલ્લા ત્રણ દિવસથી 41 ડીગ્રીને આંબી રહ્યો હતો ત્યારે રવિવારે ઢળતી સાંજે વાદળો ઘેરાયા હતાં, કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું જોરદાર માવઠું થયું હતું, ભાવનગરમાં આકરી ગરમી વચ્ચે ફરી વરસાદી માહોલ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ત્યારે અચાનક વાદળો છવાયા બાદ હળવો વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી.

હળવા ભારે ઝાપટાં ને પગલે રોડપર પાણી વહેતા થયા
શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની પવનો વચ્ચે છુટો છવાયો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે દરિયાકાંઠાના બે-ત્રણ સુધી માવઠાનો માહોલ અકબંધ રહેવા આગાહી કરી છે ત્યારે સત્તાવાર ચોમાસું ભલે વિલંબથી આવે પરંતુ ત્યાં સુધી કાળઝાળ ગરમી તાપથી તો રાહત ચોક્કસ મળશે, એવાં વિચારે શહેરીજનો હાશકારો અનુભવી રહ્યા છે આજે શહેરના વિવિધ એરીયાઓમા પડેલા હળવા ભારે ઝાપટાં ને પગલે રોડપર પાણી વહેતા થયા હતા,

તાપમાનનો પારો યથાવત
ગત તા.25 ના રોજ મહત્તમ તાપમાન 40 ડીગ્રી નોંધાયું હતું અને આજે તા.26 ના રોજ સિધ્ધો જ એક ડીગ્રીના વધારા સાથે 41 ડીગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચી જતાં લોકો અંગદાહક તાપ-તડકામાં શેકાયા છે અને 35 કિલોમીટર ની ઝડપે ફૂંકાઈ રહેલી અગનઝાળ થી તોબા પોંકારી ઉઠ્યાં છે અને આજે તા.27ના રોજ 41 ડીગ્રી તાપમાનનો પારો પહોંચ્યા હતો અને 38 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને આજે તા.28ના રોજ મહત્તમ તાપમાન 40.6 ડીગ્રી નોંધાયું હતું, જ્યારે 20 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયો હતો.