Sunday, May 14, 2023

મોરબીમાં ગરમીનો આકરો ડોઝ, મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર | Extreme heat in Morbi, maximum temperature crossing 41 degrees | Times Of Ahmedabad

મોરબી37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દિવસભર અંગ દઝાડતી લૂ વરસતી હોઇ બજારમાં જાણે સ્વયંભૂ કર્ફયૂ

કમોસમી વરસાદનું વાતાવરણ સ્વસ્છ થયા બાદ રાજ્યમાં ગરમીએ જોર પકડ્યું હતું. અને ચાલુ સપ્તાહમાં તો ગરમીએ પોતાનો આકરો મિજાજ બતાવ્યો હોય તેમ વહેલી સવારથી તાપ પડી રહ્યો છે. જેમ જેમ દિવસ આગળ વધે તેમ તેમ તડકો વધુ આકરો લાગવા માંડ્યો છે.

અને બપોર 1થી3 દરમ્યાન તો જાણે રીતસર આકાશ માંથી અગન ગોળા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 4-5 દિવસ દરમિયાન તો મહતમ તાપમાન 40 ડિગ્રી ને પાર થઈ રહ્યો છે શનિવારે પણ જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો હતો. જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીની સામાન્ય જન જીવન પર ગંભીર અસર પડી છે.

દૂધની માંગ ઘટી, છાશ અને શેરડીના રસની વધી
મોરબીમાં ગરમી વધતાં દુધની માગ ઘટી છે તો બીજી તરફ કુદરતી ઠંડક આપતું નિર્દોષ પીણું છાશની ડિમાન્ડ વધી છે. અગન લુથી રાહત મેળવી શકાય તે માટે અદેપરના સરપંચ દ્વારા મોરબી સામાકાંઠે પોસ્ટ ઓફીસ પાસે લોકોને નિશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં લોકોએ છાશ વિતરણનો લાભ લઇ ગરમીથી આંશિક રાહત મેળવી હતી.

વીજ વપરાશ વધીને બમણો થયો
મોરબી શહેર અને જિલ્લામાં આકરી ગરમીના પગલે એસી, કૂલર અને પંખાનો વપરાશ વધવાથી વીજ વપરાશમાં પણ બમણો વધારો થયો છે. આગામી સપ્તાહમાં પણ જિલ્લામાં આકરી ગરમી પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેથી લોકોને હજુ એક સપ્તાહ સુધી કાળજી લેવા અપીલ કરવામાં આવી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.