આંતરરાજય બાઇક ચોરીના 43 ગુનાઓને અંજામ આપતી ગેંગના મુખ્ય ત્રણ સુત્રધાર ઝડપાયા; આરોપીઓ સાહિત 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો | Three main ringleaders of gang responsible for 43 crimes of interstate bike theft nabbed; 9 lakh worth of property including the accused was seized | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Three Main Ringleaders Of Gang Responsible For 43 Crimes Of Interstate Bike Theft Nabbed; 9 Lakh Worth Of Property Including The Accused Was Seized

સાબરકાંઠા (હિંમતનગર)27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલની ચોરી કરતા શખ્સો પોશીના તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના અધારે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પોશીના પોલીસે વોંચ ગોઠવી આંતરરાજય બાઇક ચોરીના 43 ગુનાઓને અંજામ આપતી ગેંગના મુખ્ય ત્રણ સુત્રધારોને ઝડપી લીધા હતા. પોલીસે ચોરી કરેલી 27 મોટરસાયકલ સહિત કિંમત રૂપિયા 9,00,536નો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી હતી. બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ 7 શખ્સોને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં બાઇક ચોરીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાએ બાઇક ચોરીના ગુનાને અંજામ આપતા શખ્સોને ઝડપી લેવા માટેના આદેશો કર્યા હતા. એલસીબી પીઆઇ એ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તથા પોશીના પોલીસ સ્ટેશનના સ્ટાફે સંયુકત રીતે કામગીરી કરી રહી હતી. તે દરમિયાન ગત તા. 1/5/2023ના રોજ પોશીના નજીક અનારી પુલ નજીક રોડ ઉપર વાહન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવતી હતી. તે દરમિયાન એલસીબી પીએસઆઇ એસ.જે. ચાવડા તથા પોશીના પીએસઆઇ પી.જે. દેસાઇને સંયુકત રીતે બાતમી મળી હતી.

બાતમી હતી કે, સાબરકાંઠા તથા બનાસકાંઠા જિલ્લામાં મોટરસાયકલની ચોરીઓ કરતા મુકેશ ચુના ગમાર (રહે.ખણીગાંઢી, ચંદ્રાણા, તા.પોશીના, જિ.સાબરકાંઠા), સીલારામ લસીયારામ બુબડીયા (રહે.ખારાવલી ફલા, બાખેલ, પો.માંડવા, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર) તથા લાલારામ હિરામ બુબડીયા (રહે.ઝાંઝર, તા.પોશીના, જિ.સાબરકાંઠા) નંબર પ્લેટર વગરની બજાર પ્લસર મોટરસાયકલ લઇને ત્રણેય શખ્સો આંજણીથી પોશીના તરફ આવી રહ્યા છે. જે બાતમીના અધારે ત્રણેય શખ્સોની પુછપરછ કરી તપાસ કરવામાં આવી હતી અને મોટરસાયકલના માલિકી અંગેના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ કોઇ સંતોષકારક જવાબ કે આધાર પુરાવા ન મળતા મોટરસાયકલના એન્જિન ચેચીસ નંબરના આધારે સોફ્ટવેર તથા મોટરસાયકલ ચોરીના ગુનાઓનો રેકર્ડના આધારે તથા પોકેટક્રોપની મદદથી તપાસ કરતા આ મોટરસાયકલ ચોરીની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હોવાનુ માલુમ પડ્યું હતું.

જેથી આ ત્રણેય શખ્સોને પોશીના પોલીસ સ્ટેશનમાં લાવી વધુ પુછપરછ કરતા બાઇક ચોરીના ગુનાઓનો અંજામ આપતી ગેંગ હોવાનુ માલુમ પડ્યું હતું. પોલીસની પુછપરછ દરમિયાન સીલારામ બુબડીયા પાસેથી 16 ચોરીની મોટરસાયકલો મળી આવી હતી. જયારે મુકેશ ચુના ગમાર પાસેથી 3 અને લાલારામ હિરામ બુબડીયા પાસેથી 8 મળી કુલ 27 મોટરસાયકલો કિંમત રૂપિયા 9,00,536નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે પોલીસ પુછપરછ દરમિયાન અન્ય 7 શખ્સો પણ મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનુ બહાર આવ્યું હતું. આમ સાબરકાંઠા પોલીસને આંતરરાજય બાઇક ચોરીના 43 ગુનાઓને અંજામ આપતી ગેંગના મુખ્ય ત્રણ સુત્રધારોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જોકે પોલીસે ત્રણેય આરોપીઓને ઇડર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા બુધવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓ
મુકેશ ચુના ગમાર (રહે.ખણીગાંઢી, ચંદ્રાણા, તા.પોશીના, જિ.સાબરકાંઠ)
સીલારામ લસીયારામ બુબડીયા (રહે.ખારાવલી ફલા, બાખેલ, પો.માંડવા, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર)
લાલારામ હિરામ બુબડીયા (રહે.ઝાંઝર, તા.પોશીના, જિ.સાબરકાંઠા)

પોલીસ પકડથી દૂર આરોપીઓ
લુકારામ લક્ષ્મણ બુબડીયા (રહે.ઝાંઝર, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર, રાજસ્થાન)
સવા ઉર્ફે ઓટા ખેર (રહે.સાંઢમારીયા, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર, રાજસ્થાન)
ગુડ્ડુ મુનીયારામ બુબડીયા (રહે.બાખેલા, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર, રાજસ્થાન)
કાળુ દીતા બુબડીયા (રહે.ઝાંઝર, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર, રાજસ્થાન)
કમલ વિનીયારામ બુબડીયા (રહે.કુકાવાસ, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર, રાજસ્થાન)
અજય ધર્મા બુબડીયા (રહે.ઝાંઝર, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર, રાજસ્થાન)
દિલીપ ઉર્ફે દીલ્પા ડાભી (રહે.માંડવા, તા.કોટડા છાવણી, જિ.ઉદેપુર, રાજસ્થાન)

Previous Post Next Post