ભાવનગર3 કલાક પહેલા
- કૉપી લિંક

આ વર્ષના ઉનાળામાં આજરોજ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે આજે સર્વાધિક 43.5 ડીગ્રી તાપમાન સાથે લોકો તાપ-ગરમીથી ત્રાહિમામ પોંકારી ઉઠ્યાં છે આજના તાપને પગલે જનજીવન પર ઘેરી અસરો વર્તાઈ છે.

અરબી સમુદ્ર તથા બંગાળના ઉપસાગરમા સર્જાયેલ ચક્રવાતિ સિસ્ટમને પગલે સમગ્ર રાજ્ય સાથોસાથ દેશના અનેક રાજ્યોમાં રેકોર્ડબ્રેક તાપમાન નોંઆઈ રહ્યું છે લોકો થી લઈને સમગ્ર જીવસૃષ્ટિ આકરાં તાપમાં રીતસર શેકાઈ રહ્યાં છે વાત ગુજરાત રાજ્યની કરીએ તો મહાનગરોથી લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તાપમાનના પારાએ નવો રેકોર્ડ કાયમ કર્યો છે દરરોજ તાપમાનના નવા નવા કિર્તિમાન સ્થપાઈ રહ્યાં છે! ત્યારે હાલના દિવસો ઉનાળાના અંતિમ દિવસો પણ ગણાય છે દર વર્ષે મેં મહિનામાં સર્વાધિક તાપ ગરમી પડતી હોય છે.

મોડી સાંજ સુધી ગરમ ભઠ્ઠી જેવું વાતાવરણ રહ્યું
આજે હવામાન કચેરી ખાતે 43.5 ડીગ્રી તાપમાન નોંધાયું છે જે આ સિઝનનુ સૌથી વધુ તાપમાન રહ્યું છે આજે સવારથી જ સૂર્યનારાયણ રેકોર્ડબ્રેક તાપમાન નોંધાવાના મૂડમાં હોય તેમ સૂર્યોદય સાથે જ અંગ દઝાડતો તાપ અનુભવાઈ રહ્યો હતો દરમ્યાન બપોરે કર્ફ્યુ હોય તેમ રોડ-રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યાં હતાં બપોરે રસ્તાપરથી નિકળવું પણ મુશ્કેલ બન્યું હતું એ હદે લૂ ફૂંકાઈ હતી આજે સવારથી મોડી સાંજ સુધી ગરમ ભઠ્ઠી જેવું વાતાવરણ રહ્યું હતું.
