Header Ads

મહેસાણામાં કાર્યકર્તાઓએ 43 ડિગ્રી તાપમાન વચ્ચે ઘરે ઘરે ફરીને ચોપડાના કોરા પેજ એકત્ર કર્યા, રિબાઈડીંગ કરી જરૂરિયાતમંદ બાળકોને આપશે | In Mehsana, activists went door-to-door amid 43-degree temperatures to collect blank pages of books, rebind them and give them to needy children. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana, Activists Went Door to door Amid 43 degree Temperatures To Collect Blank Pages Of Books, Rebind Them And Give Them To Needy Children.

મહેસાણા7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા શહેરમા વસતા ABVPના કાર્યકરો હાલમાં ઉકળાટ મારતી ગરમીમાં શહેરની વિવિધ સોસાયટીમાં ફરીને ઘરે ઘરે જઈને નોટબુક અને ચોપડાની પાછળ વધેલા કોરા પેજ એકત્રિત કરી રહ્યા છે.આ પેજને આગામી સમયમાં રીબાઇડિંગ કરી નવો ચોપડો બનાવવામાં આવશે ત્યારબાદ તે ચોપડા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિતરણ કરવામાં આવશે.

શાળા કોલેજોમાં વેકેશન પડતા જ બાળકો અને યુવાઓ રજાના મૂડમા આવી જતા હોય છે.ત્યારે મહેસાણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના યુવા કાર્યકરો વેકેશનના માહોલમાં અને ઉકળાટ મારતી 43 ડીગ્રી ગરમીમાં મહેસાણા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સોસાયટીના ઘરે ઘરે ફરીને નોટબુક ચોપડા પાછળ વધેલા કોરા પેજ એકત્રિત કરી રહ્યા છે.આ પેજ ભેગા કર્યા બાદ તેનું રી-બાઇડિંગ કરાવી નવો ચોપડો તૈયાર કરવામાં આવશે.ત્યારબાદ જરૂરિયાત મંદ બાળકોને આ ચોપડા અભ્યાસ માટે આપવામાં આવશે.

આ કામગીરીમા મહેસાણા ABVP 30 લોકોની ટિમ મળી કોરા પેજ એકત્રિત કરવાનું કામ કરી રહ્યા છે. 2015માં આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.જે હાલમાં ચાલુ છે.આ વર્ષમાં ABVPના યુવા કાર્યકરોએ માર્ચ મહિનામાં કોરા પેજ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી હતી જે હાલમાં ચાલુ છે. 2015 થી મહેસાણા abvp દ્વારા “સંવેદન” પ્રકલ્પ ચલાવવામાં આવે છે.

Powered by Blogger.