નર્મદા (રાજપીપળા)7 મિનિટ પહેલા
- કૉપી લિંક
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફાઇલ તસવીર.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અગત્યનું પ્રવાસન સ્થળ છે ત્યાં લાખો ની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેમાં પેટલાદ ગામથી આવેલા એક આધેડ મહિલા પ્રવાસીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર 70 વર્ષના શશીકાંતાબેન ધનજીભાઈ ખ્રિસ્તી (રહે. પેટલાદ જી.આણંદ) પેટલાદથી કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે ટ્રાવેલ્સ મારફતે તેમના મિત્ર મંડળ સાથે આવ્યા હતા. તેમજ ભારત ભવન ખાતે બસ પાર્ક કરી અને નીચે ઉતરી ચાલતા ચાલતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસમા બેસવા માટે જતા હતા. તે વખતે અચાનક ચક્કર આવતા નીચે પડી જતા માથામાં કપાળના ભાગે સાધારણ ઇજા થઇ હતી. જેથી તેમને સારવાર અર્થે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડીકલ યુનિટ ખાતે 108 મારફતે લાવતા સારવાર દરમિયાન ફરજ પરના ડોકટરે ચેક કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી તેમની સાથે આવેલ મિત્રમંડળમાં માતમ છવાઇ ગયો હતો. આ મામલે કેવડીયા પોલીસે અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
પિતાની અંતિમવિધિ કરવા ગયેલા પરિવારનાં ઘરમાંથી 4.65 લાખની ચોરી
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં ઘરની તિજોરીમાં મૂકેલા રૂપિયાની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સાહીદ હનીફભાઇ મેમણ (હાલ રહે. સેલંબા, ખેતીવાડી માર્કેટની સામે)એ આપેલી ફરિયાદ મુજબ તેમના પિતાનું અવસાન થતાં તેઓ પરિવારજનો સાથે તેમની અંતિમવિધિ માટે ગયા હતા. તે સમયે બંધ મકાનમા કોઇ ચોર ઘરના મેઇન દરવાજાનું તાળું તોડી તિજોરીમાં મુકેલા રોકડા રૂપીયા 4 લાખ 65 હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. સાગબારા પોલીસે ચોરી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.