Tuesday, May 23, 2023

દહેગામ જીઆઈડીસીનાં ગોડાઉનમાંથી બિનવારસી હાલતમાં રૂ. 4.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Dehgam GIDC godown in uninherited condition Rs. 4.65 lakh worth of foreign liquor seized | Times Of Ahmedabad

ગાંધીનગર32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દહેગામ જીઆઈડીસીનાં એક ગોડાઉનમાં પોલીસને બિનવારસી હાલતમાં રૂ. 4.65 લાખની કિંમતની વિદેશી દારૂની 4 હજાર 656 નંગ બોટલોનો જથ્થો મળી આવતા બગાસું ખાતાં પતાસુ મળ્યા જેવો ઘાટ ઘડાયો છે. આટલી મોટી માત્રામાં વિદેશી દારૃ મળી આવ્યો છતાં ગોડાઉન કોનું અને દારૂનો જથ્થો કોણે ઉતાર્યો તેના મૂળ સુધી હજી દહેગામ પોલીસ પહોંચી શકી નથી.

દહેગામ પોલીસ મથકના પીઆઈ બી બી ગોયલ રજા ઉપર હોવાથી પોલીસ મથકનો ચાર્જ પીએસઆઇ આર વી મોરીને આપવામાં આવ્યો છે. ત્યારે પીઆઈની ગેરહાજરીમાં દહેગામ પોલીસે રણીધણી વિનાનો દારૃનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવતાં બગાસું ખાતાં પતાસુ મળ્યાનો ગણગણાટ શરૂ થયો છે.

દહેગામ પોલીસની ટીમ રાત્રીના સમયે પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે દહેગામ જીઆઈડીસી ખાતેના પ્લેટ નંબર 1204/1205 માં આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે. જેનાં પગલે પોલીસે ઉક્ત સ્થળે દોડી ગઈ હતી.

જ્યાં જોગાનુજોગ ગોડાઉનનો દરવાજો તેમજ શટર અર્ધ ખુલ્લી હાલતમાં મળી આવતાં પોલીસનું કામ આસાન થઈ ગયું હતું. બાદમાં પોલીસ ટીમે ગોડાઉનમાં જઈને તપાસ કરતાં વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી હાલતમાં મળી આવી હતી. મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ જોઈને પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી.

બાદમાં પોલીસે તમામ પેટીઓમાં ભરેલ દારૂના જથ્થાની ગણતરી કરતાં 4 હજાર 565 નંગ અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો હોવાનું સામે આવ્યું હતું. જે અન્વયે પોલીસે રૂ. 4.65 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો. જો કે બિનવારસી હાલતમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગોડાઉનમાં સંતાડી રાખવામાં આવ્યો છતાં પોલીસ ગોડાઉનમાં કયો ધંધો થતો હતો તે શોધી શકી નથી. ઉપરાંત ગોડાઉન નાં માલિક સુધી પણ પોલીસ પહોંચી શકી નથી. હાલમાં પોલીસે દારૃનો જથ્થો જપ્ત કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે.

Related Posts: