Header Ads

પાટણ ખાતે રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન, 476 ઉમેદવારમાંથી 296 ઉમેવારોની પ્રાથમિક પસંદગી | Organized employment recruitment fair and self-employment camp at Patan, primary selection of 296 candidates out of 476 candidates | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Organized Employment Recruitment Fair And Self employment Camp At Patan, Primary Selection Of 296 Candidates Out Of 476 Candidates

પાટણ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જીલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ તથા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કેમ્પસ, પાટણ ખાતે રોજ્ગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના 11 જેટલા નોકરીદાતાઓ તેમના એકમમાં ખાલી પડેલ ટેલીકોલર, ટ્રેઇની, કમ્પ્યુટર ઓપરેટર, ઇન્શ્યોરન્સ એડવાઇઝર, સેલ્સ એકઝીક્યુટીવ, હેલ્પર વગેરે જેવી ખાલી જગ્યાઓ ભરવા માટે સ્થળ પર ઉપસ્થિત રહી ભરતી મેળામાં હાજર રહેલ કુલ 476 ઉમેદવારમાંથી 296 ઉમેવારોની પ્રાથમિક પસંદગી કરેલ છે અને બાકીના લાભાર્થીઓએ સ્વરોજગાર શિબિરમાં ભાગ લીધેલ.

આ અંગેના કાર્યક્રમમાં રોજગાર અધિકારી એચ એચ ગઢવી, પ્લેસમેન્ટ ઓફીસર-ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી રોહિત શીકા, મુકેશ ઠાકોર (દેના આરસેટી) દ્વારા ઉપસ્થિત રહી રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગાર , સ્વરોજગાર વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Powered by Blogger.