ફતેપુરા તાલુકામા ફીન કેર કંપનીમાંથી 4.97 લાખની ઉચાપત કરનારા બે ઝડપાયા | Two arrested for embezzling 4.97 lakhs from Fatepura Talukama fine care company | Times Of Ahmedabad

દાહોદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ ફીનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક લી. બ્રાંન્ચમાંથી લાખ્ખોની ઉચાપત કરાતા ફરિયાદ નોંધાવાઈ હતી.આ પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી ઓપરેશન મેનેજર અને તેના સહકર્મચારીને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે.

47 ગ્રાહકોના નાણાની ઉચાપત કરી હતી
ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે આવેલી ફીનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક લી. બ્રાંન્ચમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતો રણજિત વીરસિંહ ઠાકોર (રહે. સરાડીયા કાસમપુરા, તા. વીરપુર, જી.મહિસાગર) અને તેની તેની સાથેનો સહકર્મચારી હિમ્મતસીહ પ્રભુદાસ ઠાકોર આ બંન્ને ઈસમોએ એકબીજાના મેળાપીપણામાં તારીખ 1 માર્ચ 2022 થી તારીખ 31 માર્ચ 2023 ના સમયગાળા દરમ્યાન ત્રીસ જેટલી મહિલાઓના ગ્રૃપ લોનના હપ્તાના રૂપીયા, ફાઈનાન્સ કંપનીની પેટી કેશમાંથી, ઈલેક્ટ્રોનીક રેકર્ડમાં સીસ્ટમમાં ખોટી નોંધ કરી, ખોટી સહીનો ઉપયોગ કરી, 47જેટલા ગ્રાહકોના અલગ અલગ મહીલા ગ્રૃપના લોનોના હપ્તાના રૂપીયા વિગેરે મળી કુલ રૂા. 4,97,111ની રકમ ઉપાડી લઈ ગ્રાહકો તથા ફાઈનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

આ સંબંધે ફાઈનાન્સ કંપનીમાં રીજનલ ઓપરેશન મેનેજર તરીકે ફતેપુરા-2 બ્રાંન્ચ ઘુઘસ રોડ વલુડા-2 ખાતે ફરજ બજાવતાં જીગરભાઈ કાતીલાલ પ્રજાપતિએ ફતેપુરા પોલીસ મથકે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી
સમગ્ર મામલે ફતેપુરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં. ત્યારે ગતરોજ બંન્ને ઈસમોને પોલીસે તેઓના આશ્રય સ્થાનોથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં.

Previous Post Next Post